તૈમૂરે સૈફ અલી ખાનની મદદ લઈને કાગળમાંથી બનાવ્યું રોક બેન્ડ સ્ટેજ

કરીના કપૂરે શેર કર્યો વીડિયો
કરીના કપૂરે કહ્યું પેપરનો ઉપયોગ કરીને અમે ટિમનું પહેલું રોક બેન્ડ સ્ટેજ બનાવવાનો પ્રયાસ કર્યો
મુંબઈ,ભારત દેશ આઝાદ થયો તેને ૧૫મી ઓગસ્ટ, ૨૦૨૨ના રોજ ૭૫ વર્ષ થઈ ગયા. દેશવાસીઓએ અલગ-અલગ રીતે સ્વાતંત્ર્યતા દિવસની ઉજવણી કરી હતી. બોલિવુડ એક્ટ્રેસ કરીના કપૂરે પણ પતિ સૈફ અલી ખાન અને દીકરા તૈમૂર સાથે તેના મુંબઈ સ્થિત ઘરે અનોખી રીતે આ દિવસ મનાવ્યો હતો.
પટૌડી પરિવારને રૉક મ્યૂઝિક પસંદ છે ત્યારે આ દિવસે સાડા ચાર વર્ષના તૈમૂરે રિસાયકલ કાગળનો ઉપયોગ કરીને રોક બેન્ડ સ્ટેજ મનાવ્યો હતો, જેમાં તેને મદદ પપ્પા સૈફે કરી હતી. બેબોએ મોટા દીકરા અને પતિની ક્રિએટિવિટીનો વીડિયો ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કર્યો છે, જેમાં નાનો દીકરો જેહ પણ જાણે મદદ કરવાના બહાને તેમને પરેશાન કરતો હોય તેમ આયાથી ઘેરાયેલો જાેવા મળ્યો.
કરીના કપૂરે શેર કરેલા વીડિયોમાં જાેઈ શકાય છે કે, તૈમૂર અને સૈફ કાર્ડબોર્ડ બોક્સ અને લેગોનો ઉપયોગ કરીને રોક બેન્ડ સ્ટેજ બનાવી રહ્યા છે. એક્ટરે હંમેશાની જેમ વ્હાઈટ કૂર્તો અને પાયજામો પહેર્યો છે, જેમાં તે હેન્ડસમ લાગી રહ્યો છે જ્યારે તેના દીકરાએ ગ્રે ટીશર્ટ અને બ્લેક ડેનિમ પહેર્યું છે તો જેહ બાબાએ વાદળી ટીશર્ટ અને શોર્ટ્સ પહેરી છે. કેપ્શનમાં તેણે લખ્યું છે ‘આ સ્વાતંત્ર્ય દિવસ પર, રિસાયકલ પેપરનો ઉપયોગ કરીને અમે ટિમનું પહેલું રોક બેન્ડ સ્ટેજ બનાવવાનો પ્રયાસ કર્યો, રિયુઝ, રિસાયકલ અને મુક્ત બનો #FamilyTime..
કપલના ફેન્સે વીડિયોના કોમેન્સ સેક્શનમાં હાર્ટ ઈમોજી ડ્રોપ કર્યા છે અને તૈમૂરના વખાણ કર્યા છે. જણાવી દઈએ કે, ગયા મહિને પટૌડી પરિવારના ચારેય સભ્યો જ્યારે વેકેશન માટે લંડન ગયા ત્યારે સૈફ, કરીના અને તૈમૂરે ધ રોલિંગ સ્ટોન્સના એક મ્યૂઝિક કોન્સર્ટમાં હાજરી આપી હતી. વર્ક ફ્રંટની વાત કરીએ તો, કરીના કપૂરની આમિર ખાન સાથે ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ હાલમાં જ રિલીઝ થઈ છે.
જાે કે, તેને દર્શકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. પાંચ દિવસમાં તે ૫૦ કરોડની પણ કમાણી કરી શકી નથી. ‘લાલ સિંહ ચઢ્ઢા’ રિલીઝ થઈ તેના ઘણા દિવસ પહેલાથી જ ટિ્વટર પર તેને બોયકોટ કરવાની માગ થઈ રહી હતી અને તેની અસર બોક્સઓફિસ કલેક્શન પર પડી છે.
એક્ટ્રેસ ખૂબ જલ્દી ઓટીટી પ્લેટફોર્મ પર ડેબ્યૂ કરવાની છે. તે સુજાેય ઘોષના અપકમિંગ પ્રોજેક્ટ ‘ડીવોશન ઓફ સસ્પેક્સ એક્સ’માં જાેવા મળશે. જેમાં તેની સાથે વિજય વર્મા અને જયદીપ અહલાવત પણ છે. આ સિવાય તે હંસલ મહેતા અને એકતા કપૂર સાથે પણ એક ફિલ્મ પર કામ કરી રહી છે. બીજી તરફ, સૈફ અલી ખાન પાસે ‘આદીપુરુષ’ છે, જેમાં તે ‘રાવણ’ના પાત્રમાં જાેવા મળશે. ફિલ્મમાં તે પ્રભાસ, ક્રીતિ સેનન અને સની સિંહ સાથે સ્ક્રીન શેર કરશે.ss1