ભરૂચ LCBએ ૧૨ લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે ૬ જુગારીઓને ઝડપી પાડયા
ભરૂચ LCBએ ઝાડેશ્વરના ભાવેશનગરના મકાન માંથી ૧૨ લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે ૬ જુગારીઓને ઝડપી પાડયા.
(વિરલ રાણા) ભરૂચ,
ભરૂચ સી ડિવિઝન પોલીસની હદમાં એલસીબી પોલીસે ઝાડેશ્વર ગામના ભાવેશનગરના રહેણાંક મકાનમાં શ્રાવણિયા જુગાર ઉપર રેડ પાડતા ૬ જુગારીઓને રોકડા રૂપિયા મોબાઈ લ તથા વાહનો મળી ૧૨ લાખ ઉપરાંતના મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યા હતા.પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ એલસીબી પોલીસે ઝાડેશ્વર ગામ પંચાયતની હદમાં આવેલા ભાવેશનગરના રહેણાંક મકાનમાં શ્રાવણીયો જુગાર ચાલતો હોવાની બાતમીના આધારે રેડ કરી હતી.
જે જુગારમાં સ્થળ ઉપરથી ૬ જુગારીઓ ઝડપાઈ ગયા હતા.જેમાં ઝાડેશ્વર ગામના ભાવેશ નગરનો રહીશ જીગરભાઈ માવજીભાઈ પરમાર,ઓમકારેશ્વર ફ્લેટ ઝાડેશ્વરનો રહીશ જૈયનીક ભાઈ જયંતીભાઈ શાહ, ચિત્રકૂટ સોસાયટી તુલસીધામ સોસાયટીનો રહીશ ભાવિકા દિપક જૈન,દંત રેસીડેન્સી ઝાડેશ્વરનો રહીશ ભાવિક જગદીશભાઈ ચોટલીયા, શારદા સદન ઝાડેશ્વર જીએનએસસી રોડ ભરૂચનો રહીશ કૃણાલ ચંદુભાઈ બારોટ, શુભલક્ષ્મી બંગલો સાંઈ મંદિર સામે ઝાડેશ્વર રોડ ભરૂચનો રહીશ યુવરાજસિંહ અર્જુનસિંહ સિંધા સહિતનાઓ સ્થળ ઉપરથી ઝડપાઈ ગયા હતા.
અને સ્થળ ઉપર જુગારીઓની અંગ જડતીમાં રોકડા રૂપિયા,૨ વાહનો, ૬ મોબાઈલ મળી ૧૨ લાખ ઉપરાંત નો મુદ્દામાલ જપ્ત કરી જુગારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.