મારી માતા અને હું જન્માષ્ટમીના દિવસે ઉપવાસ રાખીએ છીએ: સાચી તિવારી

જન્માષ્ટમી ભગવાન કૃષ્ણના જન્મદિવસને મનાવવા માટે જોશભેર ઊજવવામાં આવે છે. દુનિયાભરના લોકો વિવિધ રીતે આ તહેવાર મનાવે છે. એન્ડટીવીના કલાકારોએ તેમના વતનમાં આ તહેવાર કઈ રીતે ઊજવવામાં આવે છે તે પદ્ધતિ જણાવી. આમાં સાચી તિવારી (સુમતી, બાલ શિવ), યોગેશ ત્રિપાઠી (દરોગા હપ્પુ સિંહ, હપ્પુ કી ઉલટન પલટન) અને શુભાંગી અત્રે (અંગૂરી ભાભી, ભાભીજી ઘર પર હૈ)નો સમાવેશ થાય છે.
એન્ડટીવી પર બાલ શિવમાં સુમતી તરીકે સાચી તિવારી કહે છે, “હું બિહારની છું, જ્યાં બહુ જ જોશ અને ઉલ્હાસ સાથે જન્માષ્ટમીની ઉજવણી થાય છે. આ તહેવાર વિવિધ કારણોસર મારા ફેવરીટમાંથી એક છે. ઘરમાં મારી માતા અને અન્ય મહિલાઓ તે દિવસે ઉપવાસ રાખે છે
ત્યારે બાળકો કૃષ્ણના આગમનની તૈયારી કરવા માટે ફૂલો અને હાર સાથે શણગાર કરવામાં દિવસ વિતાવે છે. કૃષ્ણની મૂર્તિને દૂધ અને પાણીમાં સ્નાન કરાવવા સાથે ઉજવણી શરૂ થાય છે. અમે નવાં કપડાં અને દાગીના પહેરીએ છીએ. મધરાત્રે આરતી થાય છે. મખ્ખન મિશ્રી, ખીર, ચરણામૃત અને ડ્રાય ફ્રૂટ્સથી ભરચક લાડુ સહિતના ઘણા બધા ખાદ્યપદાર્થો ભગવાનને ધરાવવામાં આવે છે.
અમે તહેવાર માણવા નજીકનાં કૃષ્ણ મંદિરે જઈએ છીએ, જ્યાં ભાગવદ ગીતામાં ભગવાન કૃષ્ણની શીખ પર આધારિત સ્કિટ્સ જેવી ઉજવણીઓ થાયછે. બાળકો પણ રાધા- કૃષ્ણના વેશમાં આવે છે. બિહારમાં અમુક વિખ્યાત મંદિરોમાં દાનાપુરમાં નવલખા મંદિર અને પટનામાં મહાવીર મંદિરનો સમાવેશ થાય છે.
આ વર્ષે હું મુંબઈમાં મારા પરિવાર અને નાના ભઈ આન તિવારી સાથે ઉજવણી કરવાની છું, કારણ કે તે શૂટિંગમાં વ્યસ્ત છે. અમને નિશ્ચિત જ અમારા કઝિન્સની ઉજવણીમાં ગેરહાજરીની ખોટ સાલશે. જોકે અમે મુંબઈમાં ઈસ્કોન મંદિરમાં તહેવાર મનાવીશું. ભગવાન કૃષ્ણ સૌને પ્રેમ અને ભાઈચારાના આશીર્વાદ આપે, જન્માષ્ટમીની શુભેચ્છા.”