મારી માતા સ્કૂલની દહીંકાલાની ઉજવણી માટે રાધાનો વેશ ધારણ કરાવતી: શુભાંગી અત્રે

જન્માષ્ટમી ભગવાન કૃષ્ણના જન્મદિવસને મનાવવા માટે જોશભેર ઊજવવામાં આવે છે. દુનિયાભરના લોકો વિવિધ રીતે આ તહેવાર મનાવે છે. એન્ડટીવીના કલાકારોએ તેમના વતનમાં આ તહેવાર કઈ રીતે ઊજવવામાં આવે છે તે પદ્ધતિ જણાવી. આમાં સાચી તિવારી (સુમતી, બાલ શિવ), યોગેશ ત્રિપાઠી (દરોગા હપ્પુ સિંહ, હપ્પુ કી ઉલટન પલટન) અને શુભાંગી અત્રે (અંગૂરી ભાભી, ભાભીજી ઘર પર હૈ)નો સમાવેશ થાય છે.
એન્ડટીવી પર ભાભીજી ઘર પર હૈમાં અંગૂરી ભાભી તરીકે શુભાંગી અત્રે કહે છે, “મારા બાળપણની એક સૌથી મજેદાર યાદગીરી જન્માષ્ટમીની ઉજવણીની છે. મારી માતા ઈન્દોરમાં સ્કૂલની દહીંકાલાની ઉજવણી માટે રાધાનો વેશ ધારણ કરાવતી.
મારા પિતા મને બિરલા મંદિર અથવા કૃષ્ણ પરણામી મંદિર તરીકે લોકપ્રિય વિખ્યાત લક્ષ્મીનારાયણ મંદિરમાં મને લઈ જતી હતી, જ્યાં તહેવાર આશીર્વાદ સાથે ધામધૂમથી ઊજવવામાં આવે છે. ઘરે અમે જમીન પર નવજાતનાં પગલાંની છાપ ઊપસાવીએ છીએ, જે બાળ કૃષ્ણનાં પગલાંનું દ્યોતક છે.
અમે આરતી માટે મધરાત સુધી જાગીએ છીએ. મારી માતા અને દાદી દ્વારા ભગવાન કૃષ્ણને ધરાવવા માટે મખ્ખન મિશ્રી, લૌકી કી બરફી, મખના ખીર વગેરે જેવી વિશેષ મીઠાઈઓ બનાવતી. મધ્ય પ્રદેશમાં બધાં મંદિરો આ સમયમાં સુંદર રીતે શણગારવામાં આવે છે અને મટકીતોડ કાર્યક્રમ ખાસ જોવા જેવો હોય છે.
તે ફરીથી અનુભવવા માટે ઈન્દોરમાં હોત તો કેવી મજા આવત એવું લાગે છે. દરમિયાન બધાને જન્માષ્ટમીની શુભેચ્છા અને ભગવાન કૃષ્ણ દરેકના જીવનમાં ખુશી અને શાંતિ લાવે એવી પ્રાર્થના.”