Western Times News

Gujarati News

‘દરેક બાળકને સારું અને મફત શિક્ષણ આપીશું’: AAP સંયોજક કેજરીવાલ

AAP Kejriwal in Bhuj Gujarat

(૧) ગુજરાતના દરેક બાળકને સારું અને મફત શિક્ષણ આપીશું (૨) દિલ્હીની જેમ જ બનાવીશું ગુજરાતની દરેક શાળાને શાનદાર બનાવીશું (૩) દિલ્હીની જેમ જ ગુજરાતમાં પણ ખાનગી શાળાઓના મનસ્વી ફી-વધારા પર રોક લગાવીશું (૪) બધા પ્રવાસી શિક્ષકોને કાયમી કરીશું. શિક્ષકોની ઘટ પુરી કરવામાં આવશે. (૫) શિક્ષકોને બાળકોના શિક્ષણ સિવાય અન્ય કોઈ કામ નહીં.

ગુજરાતમાં જેમ જેમ વિધાનસભાની ચૂંટણી નજીક આવતી જોય છે તેમ તેમ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ વારંવાર ગુજરાતની મુલાકાત લઇ રહ્યા છે.

અરવિંદ કેજરીવાલ આજે (મંગળવારે) એક દિવસની યાત્રા પર ગુજરાતના પ્રવાસે અને કચ્છ જિલ્લાના ભૂજમાં એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે ગુજરાતને ફરી એકવાર ૫ ગેરેન્ટી આપી હતી.

આજે અરવિંદ કેજરીવાલે ભૂજમાં ગુજરાતમાં શિક્ષણ પ્રથા અને શિક્ષણનિતિને લઇને સવાલો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં મોટાભાગની પ્રાઇવેટ સ્કૂલો નેતાઓ ચલાવે છે, જ્યારે સરકારી સ્કૂલો હાલત ખૂબ દયનિય છે. શિક્ષણને લઇને તેમણે ૫ ગેરેન્ટીની જોહેરાત કરી હતી.

જેમાં (૧) ગુજરાતના દરેક બાળકને સારું અને મફત શિક્ષણ આપીશું (૨) દિલ્હીની જેમ જ બનાવીશું ગુજરાતની દરેક શાળાને શાનદાર બનાવીશું (૩) દિલ્હીની જેમ જ ગુજરાતમાં પણ ખાનગી શાળાઓના મનસ્વી ફી-વધારા પર રોક લગાવીશું (૪) બધા પ્રવાસી શિક્ષકોને કાયમી કરીશું. શિક્ષકોની ઘટ પુરી કરવામાં આવશે. (૫) શિક્ષકોને બાળકોના શિક્ષણ સિવાય અન્ય કોઈ કામ નહીં.

આપ નેતા અરવિંદ કેજરીવાલની એક મહિનામાં ગુજરાતની આ ચોથી યાત્રા છે. રાજ્યમાં આ વર્ષના અંત સુધી ચૂંટણી યોજોવવાની છે. જોકે વિધાનસભા ચૂંટણીને લઇને આમ આદમી પાર્ટી અને દિલ્હીના સીએમએ પોતાની કમર કસી લીધી છે. સીએમ અરવિંદ કેજરીવાલ ફરી આજે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.

કેજરીવાલે એક ઓગસ્ટના રોજ ગિર સોમનાથ જિલ્લાના વેરાવળમાં એક વિશાળ સભાને સંબોધિત કરી હતી અને રાજકોટના એક મદિરમાં પૂજો-અર્ચના કરી હતી. આ ઉપરાંત ૧૦ ઓગસ્ટના રોજ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા.

આ દરમિયાન સીએમ અરવિંદ કેજરીવાલે મહિલાઓ માટે મોટી જોહેરાત કરી હતી. સીએમ કેજરીવાલે વાયદો કર્યો હતો કે જો ગુજરાતમાં આમ આદમી પાર્તીની સરકાર બને છે તો ૧૮ વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને દર મહિને એક હજોર રૂપિયા ભથ્થું આપવામાં આવશે.

તમને જણાવી દઇએ કે ૧૦ ઓગસ્ટના રોજ અરવિંદ કેજરીવાલે યુવાનો અને વેપારીઓને કહ્યું હતું કે રોજગાર ન મળે ત્યાં સુધી યુવાનોને ૩૦૦૦ રૂપિયા બેરોજગારી ભથ્થું આપવાની સાથે ૧૦ લાખ નોકરીઓ આપવાનો પણ વાયદો કર્યો હતો. આ ઉપરાંત કેજરીવાલે કહ્યું કે અમે રેડ બંધ કરીશું અને વેપારીઓને ખુલ્લેઆમ વેપાર કરવાની છૂટ આપીશું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.