Western Times News

Gujarati News

મહારાષ્ટ્રમાંં પેસેંજર ટ્રેન અને માલગાડી વચ્ચે ટક્કર: ૫૦ મુસાફરો ઘાયલ

મુંબઇ, મહારાષ્ટ્રના ગોંદિયામાં ટ્રેન અકસ્માતનો મામલો સામે આવ્યો છે. જ્યાં એક પેસેન્જર ટ્રેન અને માલગાડી વચ્ચે ટક્કર સર્જાઇ છે. આ અકસ્માતમાં ૫૦થી વધુ મુસાફરોને ઇજા પહોંચી છે. કહેવામાં આવી રહ્યું છે કે માલગાડી અને મુસાફર ટ્રેન ભગત કી કોઠી વચ્ચે સિગનલ ન મળવાના લીધે આ દુર્ઘટના સર્જાઇ છે. મળી માહિતી અનુસાર આ દુર્ઘટના બુધવારે સર્જાઇ હતી.

કહેવામાં આવી રહ્યું છે તેમાંથી એક ટ્રેન છત્તીસગઢના બિલાસપુરથી રાજસ્થાનના જાેધપુર જઇ રહી હતી. સિગ્નલ ન મળવાના લીધે પેસેંજર ટ્રેન ભગત કી કોઠી અને માલગાડી વચ્ચે ટક્કર સર્જાઇ હતી. મળતી માહિતી અનુસાર સિગ્નલની સમસ્યાના કારણે બંને ટ્રેન એક જ ટ્રેક પર આવી ગઇ હતી.

સિગ્નલ મળતાં બિલાસપુર-ભાગત કી કોઠી પેસેંજર ટ્રેન આગળ નિકળી. તો બીજી તરફ પાટા પર માલગાડી નાગપુર તરફ જઇ રહી છે. રેલવે સિગ્નલ ન મળતાં તે ગોંદિયા ગેટ પાસે પેસેંજર ટ્રેને માલગાડીને ટક્કર મારી દીધી. કહેવામાં આવી રહ્યું છે કે રેલ અકસ્માતમાં ૫૩ મુસાફરો ઘાયલ થયા છે, જેમાંથી ૧૩ને સામાન્ય ઇજા પહોંચી છે.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.