Western Times News

Gujarati News

છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૯,૦૬૨ નવા કેસ નોંધાયા, ૩૬ દર્દીઓએ જીવ ગુમાવ્યો

નવીદિલ્હી, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ફરી વધવા લાગી છે. બુધવારના રોજ (૧૭ ઓગસ્ટ) આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૯,૦૬૨ નવા કેસ નોંધાયા છે, જે મંગળવારની સરખામણીએ ૨૪૯ વધુ છે.

આવા સમયે, ૩૬ દર્દીઓએ જીવ ગુમાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, મંગળવારના આંકડામાં ૮,૮૧૩ કેસ નોંધાયા હતા અને ૨૯ દર્દીઓના મોત થયા હતા. દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા વધીને ૧,૦૫,૦૫૮ થઈ ગઈ છે, જે મંગળવાર કરતા ૬,૧૯૪ ઓછી છે. કોરોના રોગચાળાની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ ૫,૨૭,૧૩૪ લોકોના મોત થયા છે.

દિલ્હીની હોસ્પિટલોમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ઝડપથી વધી રહી છે. આ દરમિયાન એવું પણ સામે આવ્યું છે કે, હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરે ટિ્‌વટ કરીને લોકોને ચેતવણી આપી છે કે, તેઓ એવું ન વિચારે કેકોરોના મહામારી હવે સમાપ્ત થઈ ગઇ છે. હું બધાને અપીલ કરું છું કે, તેઓ કોવિડ સાવચેતીની માર્ગદર્શિકાનું સખતપણે પાલન કરે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા ૨૪ કલાકમાં દિલ્હીમાં કોરોનાના ૯૧૭ નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન ત્રણ લોકોના મોત થયા છે. દિલ્હીમાંસંક્રમણ દર ૧૯.૨૦ ટકા નોંધાયો છે.

મહારાષ્ટ્રમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૮૩૬ નવા કેસ નોંધાયા છે. કોરોના રોગચાળાની શરૂઆતથી, રાજ્યમાં કોરોના સંક્રમિતોની કુલસંખ્યા વધીને ૮૦,૭૪,૩૬૫ થઈ ગઈ છે, જ્યારે કુલ મૃત્યુઆંક વધીને ૧,૪૮,૧૭૪ થઈ ગયો છે. બીજી તરફ મુંબઈની વાત કરીએ તો અહીંછેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૩૩૨ કેસ નોંધાયા છે અને બે લોકોના મોત થયા છે.

ગુજરાત કોરોના અપડેટ ગુજરાત કોરોના અપડેટ ગુજરાતમાં મંગળવારના રોજ કોરોના સંક્રમણના ૪૨૫ નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે છેલ્લા ૨૪ કલાકમાં ૬૬૩ દર્દીઓ કોરોનામુક્ત થયા હતા. જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે. આ સાથે છેલ્લા ૨૪ કલાક દરમિયાન અમદાવાદમાં ૧ કોવિડ સંબંધિતમૃત્યુ નોંધાયું છે.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.