દાહોદ પોલીસે ૧૦ જેટલા જુગારીયાઓને ૬૪,૦૦૦ ના મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યા
દાહોદ,દાહોદ શહેરના ગોધરા રોડ સાસીવાડ પાસે એક બંધ મકાનમાં રમાતા શ્રાવણીયા જુગાર પર દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસે ગત રાત્રે ઓચિંતો છાપો મારી જુગારના સાધનો, રોકડા રૂપિયા તથા 10 મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા ૬૪,૦૦૦/- ઉપરાંતના મુદ્દા માલ સાથે ૧૦ જેટલા જુગારીયાઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધર્યાનું સત્તાવાર રીતે જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગત અનુસાર દાહોદ શહેરના ગોધરા રોડ સાસીવાડમાં રહેતા અશોકભાઈ શંકરભાઈ સિસોદિયાના બંધ મકાનમાં શ્રાવણીયો જુગાર રમતો હોવાની ટાઉન પોલીસને મળેલ બાતમીને આધારે ગત રોજ રાતે સવા સાત વાગ્યાના સુમારે બાતમીમાં દર્શાવેલ સ્થળે આવેલ અશોકભાઈ શંકરભાઈ સિસોદિયાના બંધ મકાનમાં દાહોદ ટાઉનએ ડિવિઝન પોલીસે ઓચિંતો છાપો મારી જુગાર રમી રહેલા જુગારીયાઓને ઘેરી લઈ સ્થળ પરથી
ગોધરા રોડ સાસીવાડના આશિષભાઈ અનિલભાઈ રાયચંદ, વંદનભાઈ બદરીભાઈ સાસી, શ્રવણકુમાર રાકેશભાઈ સિસોદિયા, ભરતભાઈ ફકીરભાઈ સાસી, રાધેભાઈ રાકેશભાઈ સિસોદિયા, કુંદનભાઈ બદરી ભાઈ સાસી, દિલીપભાઈ સુરેશભાઈ સાસી ,અશોકભાઈ શંકરભાઈ સિસોદિયા મહમદ ઈકબાલ અબ્દુલ રસીદ શેખ તથા રાબડાલ રાજકમલ હોટલ પાછળ રહેતા વિશાલભાઈ વિનુભાઈ સાસીની ધરપકડ કરી
પોલીસે સ્થળ પરથી દાવ પરના તથા અંગ જડતીના મળી કુલ રૂપિયા ૩૧,૦૭૦/-ની રોકડ તથા રૂપિયા ૩૩,૫૦૦/-ની કુલ કિંમતના મોબાઈલ ફોન નંગ- ૧૦ મળી કુલ રૂપિયા ૬૪,૫૭૦/-નો મુદ્દા માલ પકડી પાડી કબજે લઈ પકડાયેલ ઉપરોક્ત ૧૦ જુગારીયાઓ વિરુદ્ધ જુગારનો ગુનો નોંધી જેલના સળિયા પાછળ મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.