સેમસંગે ભારતમાં ગેલેક્સી Z ફ્લિપ 4 અને ગેલેક્સી Z ફોલ્ડ 4 લોન્ચ કર્યા
રૂ. 45,999 સુધી લાભ લેવા માટે આજથી જ ગેલેક્સી Z સિરીઝ પ્રી- બુક કરો-બહેતર ઉત્પાદકતા, કસ્ટમાઈઝેશન ક્ષમતાઓ અને ફ્લેક્સકેમ અનુભવો આપે છે
અમદાવાદ, ભારતની સૌથી વિશાળ કન્ઝયુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા આજે બારતમાં નવીનતમ ગેલેક્સી Z સિરીઝ લોન્ચ કરવામાં આવી. ચોથી પેઢીના ફોલ્ડેબલ્સ, ગેલેક્સી Zફોલ્ડ 4 અને ગેલેક્સી Zફ્લિપ 4 હવે ઓનલાઈન અને દેશનાં રિટેઈલ સ્ટોર્સમાં પ્રી- બુક કરી શકાશે.
“સેમસંગમાં અમે ગ્રાહકો માટે નવા સ્માર્ટફોન અનુભવો નિર્માણ કરવા માટે ઈનોવેશનની સીમાઓ સતત પાર કરીએ છીએ. અમારી નવી ગેલેક્સી Zસિરીઝ તેનો જ દાખલો છે. હવે તેની ચોથી પેઢીમાં ગેલેક્સી Zસિરીઝ ઉત્પાદકતા અને સ્વ- અભિવ્યક્તિ માટે આખરી ટૂલ્સ ઓફર કરે છે. ગેલેક્સી Zફોલ્ડ 4 સેમસંગના રોમાંચક સ્મોર્ટફોન ઈનોવેશનનું પરિણામ છે.
ફ્લેગશિપ કેમેરા, ઝડપી પ્રોસેસર અને સંપૂર્ણ નવી ડિઝાઈનથી સમૃદ્ધ ગેલેક્સી Zફોલ્ડ 4 અત્યંત શક્તિશાળી સ્માર્ટફોન છે. ગેલેક્સી Zફ્લિપ 4ની કોમ્પેક્ટ ક્લેમશેલ ડિઝાઈન અજોડ અનુભવો આપે છે અને તેનો ફ્લેક્સકેમ હેન્ડ્સ-ફ્રી વિડિયોઝ શૂટ કરવાની સુવિધા આપે છે.
આવા બેજોડ મોબાઈલ અનુભવો સાથે અમારી નવીનતમ વર્તન બદલતી ગેલેક્સી Zસિરીઝ ઉપભોક્તાઓ તેમના સ્માર્ટફોન્સ સાથે જે રીતે આદાનપ્રદાન કરે છે તેમાં ક્રાંતિ લાવશે,” એમ સેમસંગ ઈન્ડિયાના મોબાઈલ બિઝનેસના જનરલ મેનેજર અક્ષય રાવે જણાવ્યું હતું. Akshay Rao, General Manager, Mobile Business, Samsung India.
ગેલેક્સી Zફ્લિપ 4માં કોમ્પેક્ટ ક્લેમશેલ ડિઝાઈન છે અને અજોડ સ્માર્ટફોન અનુભવો આપે છે. ઈનોવેશન સ્વરૂપનું પરિબળ તમને ખરા અર્થમાં હેન્ડ્સ-ફ્રી જવાની અને કોલ્સનો જવાબ આપવાનો હોય અથવા ટેક્સ્ટ સામે રિપ્લાય કરવાનો હોય તેના સહિત ફોન અનફોલ્ડ કર્યા વિના વધુ કરવાની અનુકૂળતા આપે છે.
અમારા ફ્લેક્સકેમ ઈનોવેશન સાથે તમે વોઈસ કમાન્ડ્સથી અથવા તમારી હથેલીમાં ફક્ત પ્રદર્શિત કરીને વિવિધ એન્ગલ્સથી હેન્ડ્સ-ફ્રી વિડિયો શૂટ કરી શકો અથવા ગ્રુપ સેલ્ફીઝ મઢી શકો છો. તમે અપગ્રેડેડ ક્વિક શોટ મોડ સાથે મુખ્ય કેમેરાનો લાભ લઈને કવર સ્ક્રીનમાંથી સીધી જ ઉચ્ચ ગુણવત્તાની સેલ્ફીઓ લઈ શકો છો.
ક્વિક શોટ મોડમાં ઉચ્ચ- ગુણવત્તાનું વિડિયો રેકોર્ડિંગ શરૂ કરો અને ત્યાર પછી વિડિયો બંધ કર્યા વિના હેન્ડ્સ- ફ્રી રેકોર્ડિંગ ચાલુ રાખવા માટે ફ્લેક્સ મોડમાં સ્વિચ કરી શકો છો. ક્વિક શોટ સાથે ઉપભોક્તાઓ પોર્ટ્રેઈટ મોડમાં સેલ્ફીઓ ક્લિક કરી શકે અને વાસ્તવિક ફોટો રેશિયોમાં પ્રીવ્યુ જોઈ શકે છે.
ઉપરાંત 65 ટકા બ્રાઈટર સેન્સર સાથે સુસજ્જ ગેલેક્સી Zફ્લિપ 4 સેમસંગના ફ્લેગશિપ નાઈટોગ્રાફી ફીચર સાથે આવે છે, જે તમારા ફોટો અને વિડિયો વધુ ક્રિસ્પ હોય અને દિવસ કે રાત્રે પણ વધુ સ્થિર હોય તેની ખાતરી રાખે છે.
ગેલેક્સી Zફ્લિપ 4 નવીનતમ સ્નેપડ્રેગન 8+ Gen1 પ્રોસેસર અને 3700mAhએ 10%ઉચ્ચ બેટરી ક્ષમતા સાથે આવે છે, જેને લઈ તમે ચાર્જીસની વચ્ચે પણ કેપ્ચર, વોચ અને કનેક્ટ કરી શકો છો અને અત્યંત ઝડપી ચાર્જિંગ સાથે તમે આશરે 30 મિનિટમાં 50 ટકા સુધી ચાર્જ કરી શકો છો.
પાતળી હિંજ, સીધી ધાર, કોન્ટ્રાસ્ટિંગ હેઝ્ડ બેક ગ્લાસ અને ગ્લોસી મેટલ ફ્રેમ્સ સાથે ડિઝાઈન સ્લીકર છે છતાં વધુ રિફાઈન્ડ છે. ઉપરાંત તમે તમારા એઆર ઈમોજી કેરેક્ટર સાથે કવર સ્ક્રીન ક્લોકને કસ્ટમાઈઝ કરી શકો છો. કવર અને મેઈન સ્ક્રીન પર ગેલેક્સી થીમ્સ સાથે ઉપભોક્તાઓ અંદર બહાર તેમના ગેલેક્સી Z ફ્લિપ 4ને કસ્ટમ ફોન્ટ્સ, આઈકોન્સ અને ડિઝાઈન્સ સાથે તેમની સ્ટાઈલને પૂરક ટેલર- મેક કરી શકે છે.
તમારા ખિસ્સામાં સૌથી શક્તિશાળી અને ઉત્પાદક સ્માર્ટફોન ગેલેક્સી Zફોલ્ડ 4 સંતુલિત અને પ્રીમિયમ ડિઝાઈન, બહેતર ટકાઉપણું અને શક્તિશાળી કામગીરીને જોડે છે. ગેલેક્સી Zફોલ્ડ 4 ઓપન, ક્લોઝ અથવા ફ્લેક્સ મોડમાં હોય તો પણ વધતી ફંકશનાલિટી ઓફર કરે છે.
સ્લિમર હિંજ, અગાઉ કરતાં હલકી બોડી અને વધુ સાંકડા બેઝલ્સ, વ્યાપક સ્ક્રીન સાથે કવર સ્ક્રીનનો ઉપયોગ કરવા સાથે એકહથ્થુ ઈન્ટરએકશન્સ આસાન બને છે.
કન્ટેન્ટ સુધારિત 1Hz-120Hz એડપ્ટિવ રિફ્રેશ રેટ અને ઓછા વિઝિબલ અંડર ડિસ્પ્લે કેમેરા (યુડીસી) સાથે 7.6 ઈંચ મેઈન સ્ક્રીન પર વધુ આકર્ષક અને અજોડ છે.
50MP વાઈડ લેન્સ, 30Xસ્પેસ ઝૂમ લેન્સ અને 3xઓપ્ટિકલ ઝૂમને હોસ્ટ કરતા તેના ફ્લેગશિપ કેમેરા સાથે અદભુત ફોટોઝ અને વિડિયોઝ લઈ શકે છે, જે બધી તેના પુરોગામીઓની તુલનામાં નોંધપાત્ર સુધારણા છે. ગેલેક્સી Zફોલ્ડ 4 તેના 23 ટકા બ્રાઈટર સેન્સર, બહેતર ઓપ્ટિકલ ઈમેજ સ્ટેબિલાઈઝેશન અને વિડિયો ડિજિટલ સ્ટેબિલાઈઝેશન (OIS+VDIS)અને સંપૂર્ણ નવા AIઈમેજ સિગ્નલ પ્રોસેસર (AI ISP)ને લીધે સેમસંગના ફ્લેગશિપ નાઈટોગ્રાફી ફીચર પણ મેળવે છે. ગેલેક્સી Z ફોલ્ડ 4 નવીનતમ સ્નેપડ્રેગન 8+ Gen1 પ્રોસેસર સાથે આવે છે, જે દિવસ કે રાત્રે અદભુત ઈમેજીલ પેદા કરતા ફ્લેગશિપ કેમેરાના આઉટપુટની સુધારણા છે. વિવિધ પ્રકારના કેમેરા મોડ્સ, જેમ કે, કેપ્ટર વ્યુ મોડ, ડ્યુઅલ પ્રીવ્યુ અને રિયર કેમ સેલ્ફી વધતી મઢી લેવાની સાનુકૂળતા માટે અજોડ સ્વરૂપના પરિબળનો લાભ પણ લે છે.
નવું ટાસ્કબાર પીસી જેવું મલ્ટીટાસ્કિંગ પૂરું પાડે છે, જેને લી ધે એપ્સ વચ્ચે આસાનીથી સ્વિચ કરી શકા છે, ફેવરીટ્સને આસાન પહોંચ મળે છે અને તાજેતરમાં ઉપયોગ કરાયેલા એપ્સને આસાન પહોંચ મળે છે અને ટાસ્ક બારમાંથી ઘણા બધા વિંડોજ સાગમટે લોન્ચ કરી શકાય છે. તમે વિંડોઝ પોપ-અપ કરવા ફુલ- સ્ક્રીન એપ્સ અથવા મલ્ટીટાસ્કની વધુ રીત માટે તમારું સ્ક્રીન અડધા ભાગમાં સ્પ્લિટ કરવા માટે આસાનીથી સ્વિચ કરી શકો છો.
ગેલેક્સી Z ફોલ્ડ 4 એન્ડ્રોઈડ 12Lસાથે શિપ કરાયેલું પ્રથમ ડિવાઈસ છે, જે એન્ડ્રોઈડનું વિશેષ વર્ઝન ગૂગલ દ્વારા ફોલ્ડેબલ્સ સહિત લાર્જ- સ્ક્રીન અનુભવો માટે નિર્માણ કરવામાં આવ્યું છે.
ગૂગલ અને માઈક્રોસોફ્ટ સાથે સેમસંગની ભાગીદારી મલ્ટીટાસ્કિંગને નવી ઊંચાઈ પર જઈ જશે. ક્રોમ અને જીમેઈલ સહિત ગૂગલ એપ્સ હવે ડ્રેગ- એન્ડ- ડ્રોપને સપોર્ટ કરે છે, જેને લીધે ઉપભોક્તાઓ ઝડપથી લિંક્સ અથવા અન્ય ફાઈલ્સ કોપી અને પેસ્ટ કરી શકે છે. ગૂગલ મીટ સાથે ઉપભોક્તાઓ હવે યુટ્યુબ પર વિડિયોઝ કો-વોચિંગ કરવા
અથવા વિડિયો કોલ પર એકત્ર ગેમ્સ રમવા સહિતની વર્ચ્યુઅલ સહ- પ્રવૃત્તો માણવા સાથે વધુ લોકો સાથે કનેક્ટ થઈ શકે છે. માઈક્રોસોફ્ટની ફુલ ઓફિસ સ્યુટ અને આઉટલૂક વિશાળ ફોલ્ડેબલ સ્ક્રીન પર વધુ માહિતી પૂરી પાડે છે, જેને લીધે કન્ટેન્ટ સાથે આદાનપ્રદાન કરવાની ઝડપી રીત ઓફર કરે છે.
ઉપયોગી S પેન સાથે ફ્લેક મોડ ઓન-ધ-ગો ડ્રોઈગ અને નોટ- ટેકિંગ અભિમુખ બનાવવા સાથોસાથ બેક-ટુ-બેક કોલ્સ અને મિટિંગ્સમાં હાજરી પણ આપી શકાય છે. S પેન પેન કેસ સાથે સ્ટેન્ડિંગ કવરની અંદર સ્ટ્રીમલાઈન્ડ સ્ટોરેજ સાથે પણ આવે છે.
અમારી આર્મર એલ્યુમિનિયમ ફ્રેમ્સ અને હિંજ કવર સાથે કવર સ્ક્રીન અને રિયર ગ્લાસ પર એક્સક્લુઝિવ કોર્નિંગ® ગોરિલા® ગ્લાસ વિક્ટસ®+ સાથે IPX8વોટર રેઝિસ્ટન્સ સાથે નવીનતમ ગેલેક્સી Z સિરીઝ અમારા આજ સુધીના સૌથી મજબૂત ફોલ્ડેબલ્સ છે.
ગેલેક્સી Zફ્લિપ 4 અને ગેલેક્સી Zફોલ્ડ 4 માટે પ્રી-બુક 16 ઓગસ્ટ, 2022થી સર્વ અગ્રણી ઓનલાઈન અને ઓફફલાઈન રિટેઈલ સ્ટોર્સમાં મળશે. ગ્રાહકો 16 ઓગસ્ટે બપોરે 12 વાગ્યાથી Samsung Liveપર પણ તે પ્રી- બુક કરી શકશે.
બોરા પર્પલ, ગ્રેફાઈટ અને પિંક ગોલ્ડ કલર્સમાં ઉપલબ્ધ ગેલેક્સી Zફ્લિપ 4ની કિંમત INR 89999 એ 8GB+128GB વેરિયન્ટ માટે અને INR 94999 એ 8GB+256GB વેરિયન્ટ માટે છે. ગ્લાસ કલર્સ અને ફ્રેમ ઓપ્શન્સ ઓફર કરતી બીસ્પોક એડિશન સેમસંગ લાઈવ અને સેમસંગ એક્સક્લુઝિવ સ્ટોર્સ પર INR 97999માં મળશે.
ગેલેક્સી Zફોલ્ડ 4 પ્રી-બુક કરનારા ગ્રાહકોને ફક્ત રૂ. 2999માં મૂલ્યનું 34999ગેલેક્સી વોચ 4 ક્લાસિક 46mm BT મળશે. ઉપરાંત ગ્રાહકો એચડીએફસી ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડસનો ઉપયોગ કરીને INR 8000નું કેશબેક મેળવી શકે છે અથવા INR 8000નો અપગ્રેડ બોનસ મેળવો.
પ્રી- બુક ગ્રાહકોને ફક્ત રૂ. 6000માં રૂ. 11999 મૂલ્યનું 1 વર્ષનું સેમસંગ કેર પ્લસ પણ મળશે. તેઓ 24 મહિના સુધી નો કોસ્ટ ઈએમઆ ઓફર પણ અપનાવી શકે છે.
ઉપરાંત ગ્રાહકો જો 17 ઓગસ્ટની મધરાત પૂર્વે સેમસંગ લાઈવ દરમિયાન ગેલેક્સી Zફ્લિપ 4 અને ગેલેક્સી Zફોલ્ડ 4ની ખરીદી કરે તો તેમને રૂ. 5199 મૂલ્યનું વાયરલેસ ચાર્જર ડ્યુઓ મફત મળશે, 17મી ઓઘસ્ટની મધરાત પૂર્વે સેમસંગ લાઈવ દરમિયાન ગેલેક્સી Zફ્લિપ 4 બીસ્પોક એડિશનની ખરીદી પર તેમને વાયરલેસ ચાર્જર ડ્યુઓ સાથે રૂ. 2000 મૂલ્યનું સ્લિમ ક્લિયર કવર તદ્દન -9 મફત મળશે, આ સેમસંગ લાઈવ ઓફર Samsung.com ખાતે અથવા સેમસંગ એક્સક્લુઝિવ સ્ટોર્સ ખાતે પ્રી- બુકિંગ થકી મળી શકશે.