Western Times News

Gujarati News

સૌરાષ્ટ્રની આગવી ભાતીગળ રાજકોટના પરંપરાગત લોકમેળાનો પ્રારંભ

સૌરાષ્ટ્રની આગવી ભાતીગળ સંસ્કૃતિની ઓળખ સમા રાજકોટના પરંપરાગત લોકમેળાનો પ્રારંભ કરાવ્યો. આ આઝાદીનો અમૃત લોકમેળો સંસ્કૃતિ, સંસ્કાર અને સુખાકારીનો અનોખો સંગમ છે.

કોરોનાના કપરા સમયના કારણે સુરેન્દ્રનગર અને વઢવાણમાં લોકમેળા ન થઈ શક્યા હતા. ત્યારે લોકો પણ લોકમેળાની રાહ જાેઈ રહ્યા હતા. ત્યારે સાતમ આઠમનો તહેવાર નજીક આવી રહ્યો છે, ત્યારે વઢવાણનો લોક મેળો અને સુરેન્દ્રનગરનો લોકમેળો સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રખ્યાત બન્યો છે.

ત્યારે વઢવાણ અને સુરેન્દ્રનગરનો લોકમેળો આજે ખુલ્લો મુકવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર નગરપાલિકા આયોજિત મેળો આજે જનતા માટે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે.

સુરેન્દ્રનગરના મેળાના મેદાન ખાતે ૩૧ લાખ રૂપિયામાં પાલિકા દ્વારા મેદાન ભાડે આપવામાં આવ્યું છે. બીજી તરફ વઢવાણનો મેદાન ૪૧ લાખથી વધુ રકમ વસુલાત કરી અને મેળા આયોજન માટે મેદાન ભાડે આપી દેવામાં આવ્યું છે. અત્યારે ઉલ્લેખનીય છે કે, બે વર્ષ બાદ સુરેન્દ્રનગરની પ્રજા લોકમેળો માણવા માટે થનગનાટ અનુભવી રહ્યું છે.

ત્યારે આજે વહેલી સવારે સુરેન્દ્રનગર વઢવાણ મેળાના મેદાન ખાતે વઢવાણનો લોકમેળો મહંત માધવેન્દ્ર પ્રસાદ દ્વારા મેળો ખુલ્લો મુકવામાં આવ્યો છે.બીજી તરફ સુરેન્દ્રનગર મેળાના મેદાન ખાતે યોજાવા જઈ રહેલો મેળો પણ દુધરેજ વડવાળા મંદિરના મહંત મુકુંદ રામદાસજી બાપુની આગેવાનીમાં ખુલ્લો મૂકવામાં આવ્યો છે.

ત્યારે ઉલ્લેખનીય છે કે, ૨ વર્ષ બાદ લોકો મેળાનો આનંદ માણવા જઈ રહ્યા છે. ત્યારે વઢવાણ અને સુરેન્દ્રનગરના બંને મેળા આજથી જનતા માટે ખુલ્લા મૂકી દેવામાં આવ્યા છે. આજ સાંજથી બંને મેળામાં લોકો વિવિધ રાઇડોની આનંદ માણી શકશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.