મારા માટે કપડાં મૂકવાની જગ્યા સંકોચાઈ રહી છે: વિકી કૌશલ

મુંબઈ, ડિસેમ્બર, ૨૦૨૧માં લગ્ન થયા ત્યારથી કેટરીના કૈફ અને વિકી કૌશલ ફેન્સને કપલ ગોલ્સ આપી રહ્યા છે. તેઓ ઘણીવાર તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર એકબીજા સાથેની લવી-ડવી તસવીરો શેર કરે છે. કેટરીના અને વિકીના લગ્નજીવનને હાલમાં જ આઠ મહિના પૂરા થયા છે અને એક ઈન્ટરવ્યૂમાં એક્ટરે પત્ની સાથે કઈ વાત પર ઝઘડો થાય છે તેનો ખુલાસો કર્યો હતો.
વાત એમ છે કે, વિકી કૌશલ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે કરણ જાેહરના ચેટ શો કોફી વિથ કરણ ૭નો મહેમાન બન્યો હતો, જ્યાં તેને કઈ બાબતમાં તે અને કેટ ઝઘડે છે તેવો સવાલ કરવામાં આવ્યો હતો. કરણ જાેહરના સવાલનો જવાબ આપતાં વિકી કૌશલે તરત જ કહ્યું હતું ‘કબાટની જગ્યા માટે’. આગળ તેણે કહ્યું હતું કે ‘મારા માટે જગ્યા સંકોચાઈ રહી છે. તેને કપડાં રાખવા માટે દોઢ રૂમ મળ્યો છે, મારી પાસે માત્ર એક કબાટ જ છે, જે ટૂંક સમયમાં ડ્રોઅર બની જશે તેવું લાગે છે’.
કરણ જાેહર વિકીના ખુલાસા સાથે સંમત થયો હતો અને કહ્યું હતું કે, તેણે કપલના ઘરની મુલાકાત લીધી હતી અને એક્ટર પાસે માત્ર એક જ કબાટ હોવાનું જાેયું હતું. આ સાથે ફિલ્મમેકરે વિકીને કેટરીનાની સૌથી ખરાબ ફિલ્મનું નામ પૂછતાં તેણે ‘ફિતૂર’ જવાબ આપ્યો હતો. આ સિવાય રેપિડ ફાયર રાઉન્ડ દરમિયાન વિકીએ તેવો પણ ખુલાસો કર્યો હતો કે, કેટરીના સારી કૂક છે અને તે ઈંડા સારા બનાવે છે.
ચેટ શોના છેલ્લા રાઉન્ડમાં સેલેબ્સને કોઈ અન્ય સેલેબ્સને ફોન કરવાનો હોય છે અને તેમણે ‘હેય કરણ ઈટ્સ મી’ કહેવાનું હોય છે. વિકીએ કિયારા અડવાણી બાદ તેની પત્ની કેટરિનાને ફોન કર્યો હતો અને તેણે કોલ રિસીવ કરતાં પતિને ‘બેબી’ તરીકે સંબોધિત કર્યો હતો. જ્યારે કરણે તે શું કરી રહી હોવાનું પૂછ્યું ત્યારે કહ્યું હતું ‘હું આઈસક્રીમ ખાઈ રહી છું’.
વર્ક ફ્રંટની વાત કરીએ તો, કેટરીના કૈફ ખૂબ જલ્દી ફિલ્મ ‘ફોન ભૂત’માં સિદ્ધાર્થ ચતુર્વેદી અને ઈશાન ખટ્ટર સાથે જાેવા મળવાની છે, જે નવેમ્બર, ૨૦૨૨માં રિલીઝ થશે. હાલ તે શ્રીરામ રાઘવનના ડિરેક્શનમાં બની રહેલી ફિલ્મ ‘મેરી ક્રિસમસ’નું શૂટિંગ કરી રહી છે. આ બંને સિવાય તે સલમાન ખાન અને ઈમરાન હાશ્મી સાથે ‘ટાઈગર ૩’માં સ્ક્રીન શેર કરતી દેખાશે.
બીજી તરફ, વિકી કૌશલ મેઘના ગુલઝારની ફિલ્મ ‘સામ બહાદુર’ની તૈયારી કરી રહ્યો છે. તેની પાસે લક્ષ્મણ ઉટેકરની અનટાઈટલ્ડ ફિલ્મ તેમજ ‘ગોવિંદા નામ મેરા’ પણ છે.SS1MS