નડીયાદમા વિઝન ચાઇલ્ડ કેર, મધર કેર સ્કુલ દ્વારા જન્માષ્ટમી પર્વની ઉજવણી

વિઝન ચાઇલ્ડ કેર સ્કુલ પલાણા ખાતે જન્માષ્ટમી તહેવાર નિમિતે સ્કુલ ના ૩૦૦ જેટલા વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો.
જેમા નાના બાળકો વિવિધ પોશાક પહેરીને ક્રિશ્ના અને રાધા બન્યા હતા.
આ પ્રસંગે વિઝન ચાઇલ્ડ કેર સ્કુલના ચેરમેન જીગ્નેશ સર ડાયરેક્ટર હિના મેડમ તેમજ કૃણાલ સર તથા શિક્ષકો તેમજ વાલીઓ અને વિદ્યાર્થીઓ સાથે મળીને જન્માષ્ટમી પર્વ ની ખુબ જ ધામધૂમથી ઉજવણી કરવામા આવી હતી.
તસવીર સાજીદ સૈયદ નડીયાદ
મધર કેર સ્કુલમાં નાના ભૂલકાઓ ઘ્વારા જનમાંષ્ટમી ની ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી જેમાં નાના બાળકો વિવિધ પોશાક પહેરીને તેમજ ક્રિશ્ના અને રાધા બની ને શાળા ના વાતાવરણ ને આનંદમય કરી દીધું હતું.
સાથે સાથે સ્કુલના બાળકોએ રાસ તેમજ ગરબા રમી ને શિક્ષકો સાથે ખૂબ જ આનંદ કર્યો.
તેમજ જન્માષ્ટમી ની ઉજવણીમાં મધર કેર સ્કુલના ટ્રસ્ટી ,પ્રિન્સિપાલ અને શાળા ના શિક્ષકો પણ ઉપસ્થિત રહ્યા હતા .
તસવીર સાજીદ સૈયદ નડીયાદ