ભરૂચ જીલ્લા સબ જેલ માંથી બે જવાનો રાજકોટ ખાતે બદલી થતા શુભેચ્છા પાઠવાઈ
(વિરલ રાણા) ભરૂચ,ગુજરાત પોલીસ માં અનેક વિભાગો આવેલા છે જેમાં આઈએએસ,આઈપીએસ અધિકારીઓ તેમજ પોલીસ જવાનો ફરજ નિભાવી રહ્યા છે ગુજરાત પોલીસ વિભાગમાં અવર નવર ભરતી પ્રમોશન પ્રક્રિયા ચાલતી હોય છે તેમજ નોકરી દરમ્યાન બદલી પ્રક્રિયા ચાલતી હોય છે.
જેના ભાગરૂપે આજરોજ ભરૂચ જીલ્લા સબ જેલમાં સતત અઢી વર્ષ ઉપરાંતથી ફરજ નિભાવતા સત્યપાલસિંહ જાડેજા અને જયદીપસિંહ ગોહિલનો ઓનું આજે હથિયારધારી પોલીસ વિભાગમાં રાજકોટ શહેર ખાતે બદલી થતા તેઓને ભરૂચ જીલ્લા સબજેલના ઈન્ચાર્જ સુપ્રિટેન્ડન્ટ સંજય સભાળ દ્વારા તેઓને શ્રીફળ અર્પણ કરી આશીર્વચન આપ્યા હતા.
તેમજ તેઓ ની નવી જગ્યાએ બદલીનો ચાર્જ સંભાળી પ્રમાણિક નિષ્ઠા સાથે ફરજ અદા કરશે અને તેમના જીવનમાં પ્રગતિના સર પ્રાપ્ત કરશે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.આ પ્રસંગે ભરૂચ જીલ્લા સબજેલના ઈન્ચાર્જ સુપ્રિટેન્ડન્ટ સંજય સભાળે તેઓને આશીર્વાદ આપવા સાથે મોં મીઠું કરાવી જેલ ફરજ પરથી રજા આપી હતી.
સતત અઢી વર્ષ ઉપરાંત ભરૂચ જીલ્લા સબ જેલ ખાતે સત્યપાલસિંહ જાડેજા અને જયદીપસિંહ ગોહિલ જેલની અંદર રહેલા કેદીઓ સાથે એક ભાઈ અને મિત્ર જેવા સંબંધ કેળવી દરેક કેદીઓ સાથે પરિવાર જેવો માહોલ કેળવ્યો હતો.
જેને ભરૂચ જીલ્લા સબજેલના તમામ પોલીસ સ્ટાફ તેમજ જેલ ઈન્ચાર્જ સુપ્રિટેન્ડન્ટ સાથે જેલમાં રહેલ કેદીઓએ પણ તેઓને શુભેચ્છાઓ આપી ભરૂચ જીલ્લા સબ સબ જેલથી રાજકોટ ખાતે તેઓની નવી પોસ્ટિંગ ફરજ પર હાજર થવા રવાના કરતા સૌ કોઈનું આંખો ભીની થઈ જવા પામી હતી.