UPI Transactions પર ચાર્જ માટે RBIની વિચારણા
(એજન્સી)નવી દિલ્હી,બેન્કિંગ અને પેમેન્ટ સિસ્ટમ માટે દેશમાં નિયમનકાર રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) એ ભારતમાં સૌથી મોટી ડિજિટલ પેમેન્ટ વ્યવસ્થા યુપીઆઈઉપર ચાર્જ વસૂલવા કે નહિ તેના માટે વિચાર કરવો શરૂ કર્યો છે. આ માટે સંબંધિત લોકોના વિચાર જાણવા માટે આરબીઆઈએ સૂચનો મંગાવ્યા છે.
યુનાઈટેડ પેમેન્ટ ઈન્ટરફેસ કે યુપીઆઈ ભારતમાં સૌથી લોકપ્રિય નાણાકીય વ્યવહાર કે ડિજિટલ પેમેન્ટનું સાધન છે. મહિને ૬ અબજ વ્યવહારો થકી રૂ. ૧૦ લાખ કરોડની લેવડ દેવડ થાય છે. દુનિયામાં આ સૌથી મોટી પેમેન્ટ વ્યવસ્થા છે. તા. ૧ જાન્યુઆરીથી આ નાણાકીય વ્યવહાર ઉપર કોઈપણ ચાર્જ નહિ લેવા માટે કેન્દ્ર સરકારે આદેશ કર્યો હતો.
સૌથી મહત્વનું છે કે યુપીઆઈ વ્યવહારો વધુને વધુ ગ્રાહક સુધી પહોંચે તે માટે જૂન મહિનામાં જ રિઝર્વ બેન્કે નવી વ્યવસ્થા શરૂ કરી હતી. આ વ્યવસ્થામાં જેની પાસે સ્માર્ટફોન હોય નહિ તે પણ હવે યુપીઆઈનો લાભ લઇ શકે છે. રિઝર્વ બેંકના અભ્યાસ અનુસાર જાે વ્યક્તિ રૂ.૮૦૦નો વ્યવહાર કરે તો તેનાથી બે રૂપિયાનો ખર્ચ થાય છે જે અત્યારે ગ્રાહકો પાસેથી વસૂલવામાં આવતો નથી.
રિઝર્વ બેન્કે સ્પષ્ટ જણાવ્યું છે કે અત્યારે ચાર્જ લેવો જાેઈએ કે નહિ તે અંગે ઇમ્ૈંએ કોઈ ર્નિણય લીધો નથી. અત્યારે આ માત્ર વિચાર છે. બીજુ, જાે વિવિધ વર્ગ ચાર્જ વસૂલવા માટે સહમત થશે તો તે ગ્રાહકો માટે અલગ અલગ હશે અને તેનો આધારે નાણાકીય વ્યવહાર કેવડો મોટો છે – એક વ્યવહારમાં કેટલી રકમ છે – તેના આધારે લેવામાં આવશે.
ડિજિટલ પેમેન્ટ માટે ભારત સરકારે અને રિઝર્વ બેન્કે નોટબંધી પછી વિવિધ પ્રોત્સાહન આપ્યા છે. આ વ્યવહાર વધુ ઝડપી બને,ગ્રાહકો ઉપર બોજ આવે નહિ તે પ્રકારે હોય એવી વિચારણા સાથે યુપીઆઈશરૂ કરવામાં આવી હતી.પેમેન્ટ ચાર્જ નક્કી થશે તો ત્રાહિત રીતે પેમેન્ટ સેવાઓ આપતી ગૂગલ પે, ફોન પે જેવી કંપનીઓ ઉપર તેની વધારે અસર થશે એવી શક્યતા નકારી શકાય નહિ. ગ્રાહકોને બેંક ખાતા સાથે જાેડેલા યુપીઆઈમાટે સવલત આપતી બેન્કોને આ પ્રતાવિત ચાર્જથી ફાયદો થઈ શકે છે.