રેલવેની ઝડપ ટુંકમાં જ વધશેઃ લાંબા અંતરની મુસાફરીનો સમય ઘટશે
પ્રથમ તબકકામાં ર૩ ટ્રેનો સામેલ કરાશેઃ ઝડપ પ્રતીકલાક ૧૮૦ કિમી સુધી લઈ જવાશે
નવીદિલ્હી,ભારતીય રેલવે ટેકનીકમાં સતત ફેરફાર સાથે મુસાફરીને આરામદાયક બનાવાવનો પ્રયાસ કરી રહી છે. રેલવે મુસાફરો માટે વધુ એક સારા સમાચાર છે. સપ્ટેમ્બરની શરૂઆત અથવા ઓકટોબરથી રેલવે ઘણી ટ્રેનોની ઝડપ વધારવાની તૈયારીંમાં છે.
રેલવે ઝડપ વધારવાનો નિર્ણય લેશે તો ઘણી ટ્રેનોની ઝડપ વધીને પ્રતી કલાક ૧૮૦ કિમી થશે. એનો અર્થ એ થયો કે, લાંબા અંતરની મુસાફરી કરતા લોકોના સમયમાં ઘટાડો થશે. પ્રાપ્ત માહિતી અનુસાર પ્રથમ તબકકામાં ર૩ ટ્રેનોની ઝડપ વધારવાનો પ્રયાસ થઈ રહયોછે.
જેમની ઝડપ પ્રતી કલાક ૧૬૦થી૧૮૦ કરવાનો પ્રયાસ થઈ રહયોછે. એવું થશે તો દિલ્હીથી પટનાની મુસાફરીનો સમય ૧ર-૧૩ કલાક થશે. અત્યારે લોકોને પટના પહોચવામાં ૧પ-૧૬ કલાકનો સમય લાગે છે. દિલ્હીથી પટના જતી રાજધાની અને સંપૂર્ણ ક્રાંતિ એકસપ્રેસની ઝડપને વધારવાની યોજના છે.
એ સિવાય પાંચ જુદા જુદા રૂટ પર ચાલતી રાજધાની, એકસપ્રેસ, ત્રણ અલગ રૂટ પર ચાલતી શતાબ્દી એકસપ્રેસ, સંપર્ક ક્રાંતી, પંજાબ મેલ કેરલ એકસપ્રેસ અને એક દુરંતોની ઝડપ વધારવામાં આવશે. જાેકે, ભારતીય રેલવેની ઝડપ વધારવા માટો કોઈ સમયમર્યાદા વિર્ધારીત કરવામાં આવી નથી.
જાેકે, સપ્ટેમ્બર કે ઓકટોબરથી આ પ્રક્રિયા શરૂ થઈ શકે. તેના માટે એક ટીમ બનાવવાઈ રહી છે જે ટ્રેનોની અવરજવર સાથે જાેડાયેલી તમામ બાબતનો અભ્યાસ કરી રહી છે. આ ટીમ ટ્રેનના તમામ રૂટસ પર નજર રાખશે. કોઈ રૂટ પર રેલવેની સ્પીડ વધારવામાં કોઈ સમસ્યા આવે તો તેના ઉકેલ માટે વિસ્તૃત અહેવાલ રજુ કરવામાં આવશે. વધુ માંગ ધરાવતા રૂટસ પર સૌથી પહેલાં આ ફેરફાર લાગુ કરાશે.