વીજ કરંટ લાગતા TRB અને ફાયર બ્રિગેડ જવાનનું મોત
ગોંડલનાં લોકમેળાની ઘટના:વરસાદ હોવાથી પંડાલ ભીંજાઈ ગયો હતો,જેથી પંડાલના થાંભલાને ટીઆરબી જવાન અડી જતાં તેને વીજ કરંટ લાગ્યો હતો
રાજકોટ,ગોંડલ કોલેજ ચોકમાં સંગ્રામસિંહજી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં ગોંડલ નગરપાલિકા દ્વારા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે મેળામાં મોટી દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. આ લોકમેળામાં ૨ વ્યક્તિઓને વીજ કરંટ લાગતા તેઓના મોત નીપજ્યા છે.
મળતી માહિતી મુજબ, મેળામાં સાંજના સમયે એક પંડલમાં ટીઆરબી જવાનને વીજ કરંટ લાગતા તેને બચાવવા જતા પાલિકાના ફાયરના કર્મચારીને પણ વીજ કરંટ લાગ્યો હતો. તેઓ બંનેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડ્યા હતા. જ્યાં ડૉક્ટરે તેઓ બંનેને મૃત જાહેર કર્યા હતા. ગોંડલના લોક મેળામાં વીજ કરંટ લાગતા ટીઆરબી અને ફાયર બ્રિગેડના જવાનનું મોત નીપજ્યું છે.
સંગ્રામસિંહજી હાઇસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે આ ઘટના બની છે. વરસાદ હોવાથી અહીં મેળાના ગ્રાઉન્ડમાં આવેલો પંડાલ ભીંજાઈ ગયો હતો જેથી પંડાલના થાંભલાને ટીઆરબી જવાન અડી જતાં તેને વીજ કરંટ લાગ્યો હતો. તેને બચાવવાનો ફાયર બ્રિગેડના જવાને પ્રયાસ કરતા તેને પણ કરંટ લાગ્યો હતો. તાત્કાલિક વીજ સપ્લાય બંધ કરીને તેઓ બંનેને ગોંડલ હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાતા સારવારમાં બંનેના મોત નીપજ્યા હતા.
મૃતક ટીઆરબી જવાનનું નામ ભૌતિક પોપટ જ્યારે નગરપાલિકા ફાયર સ્ટેશનના કર્મચારી ફાયર બ્રિગેડ જવાનનું નામ નરશીભાઈ ઠાકોર હોવાનું જાણવા મળે છે. ત્યારે આ દુર્ઘટના સર્જાતા મેળાના ઉત્સાહ વચ્ચે શોકનું મોજું ફેલાઈ ગયું છે. જાે વિગતે વાત કરીએ તો, ગોંડલમાં રહેતા અને ટીઆરબી જવાન તરીકે ફરજ બજાવતા ભૌતિક પોપટને વીજ કરંટ લાગતા તેઓ પડી ગયા હતા.
ત્યારે તેઓને બચાવવા જતાં ફાયરમેન નરશીભાઈ ભૂદાજી ઠાકોરને પણ વીજ કરંટ લાગતા તેઓ દાઝી ગયા હતા. તેઓને સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાયા હતા. જ્યાં ડૉક્ટર્સે તેઓ બંનેને મૃત જાહેર કર્યા હતા. મૂળ બનાસકાંઠાના લાડુલા ગામના વતની નરશીભાઈ એક વર્ષ પહેલાં જ ફાયર સ્ટેશનમાં કર્મચારી તરીકે જાેડાયા હોવાનું જાણવા મળી રહ્યું છે.ss1