મોટી કુકાવાવ ખાતે જલારામબાપાની જન્મ જયંતી નિમિત્તે શોભાયાત્રા
અમરેલી જિલ્લાનું મોટી કુકાવાવ ગામમાં (Kukawav, Amreli District) સંત શિરોમણી શ્રી જલારામબાપાની ૨૨૦મી જન્મ જયંતી નિમિત્તેમાં લોહાણા સમાજ (Lohana samaj) દ્રારા ભવ્ય શોભાયાત્રા કાઢી હતી. મોટીકુકાવાવ માં સંત શિરોમણી શ્રી જલારામ બાપાની ૨૨૦ મી જન્મજયંતીમાં લોહાણા સમાજ દ્રારા વહેલી સવારથી જ જલારામ મંદિરમાં મોટી સંખ્યામાં ભાવિકોનો અવિરત પ્રવાહ ચાલુ રહ્યો હતો. તેમજ મંદિરને રંગબેરંગી લાઈટોથી શણગારવામાં આવ્યું હતુ. વહેલી સવારથી સાંજ સુધી જલારામ મંદિરે સત્સંગ ભજન સંધ્યાઆરતી ઉતારી અને ત્યારબાદ સતિમાની ત્યારબાદ સતીમાની શોભાયાત્રાની પૂર્ણવિરામ કરાયું હતું. તેમજ શોભાયાત્રા બાદ સમસ્ત ગામના લોકોએ પ્રસાદ લીધો હતો.