સાથ નિભાના સાથિયાની અભિનેત્રી રુચા પ્રેગ્નેન્ટ છે

લગ્ન બાદથી રુચા હસબનીસ ટીવીના પડદાથી દૂર છે
રુચાએ ૨૬ જાન્યુઆરી ૨૦૧૫ના રોજ રાહુલ જગદાલે સાથે મહારાષ્ટ્રીયન વિધિ પ્રમાણે લગ્ન કર્યા હતા
મુંબઈ,ટીવી સીરિયલ ‘સાથ નિભાના સાથિયાથી પોપ્યુલર થનારી એક્ટ્રેસ રુચા હસબનીસે ફરી એકવાર ગુડન્યૂઝ આપ્યા છે. ‘સાથ નિભાના સાથિયા’માં રાશિ મોદીનો રોલ કરીને પોપ્યુલર થયેલી રુચા ફરી એકવાર મમ્મી બનવાની છે. ૨૦૧૯માં દીકરીને જન્મ આપનારી રુચા ૨૦૨૨માં ફરીથી પ્રેગ્નેન્ટ છે. રુચાએ તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકીને આ ન્યૂઝ ફેન્સ અને ફોલોઅર્સ સાથે શેર કર્યા છે.
રુચાએ ઈન્સ્ટાગ્રામ પર દીકરીની સુંદર તસવીર શેર કરી છે. જેમાં તે કેનવાસ સામે ઊભી છે અને કાગળ પર રંગબેરંગી અક્ષરોથી ‘બિગ સિસ્ટર’ લખેલું છે. રુચાએ આ ફોટોગ્રાફ શેર કરતાં લખ્યું, “વધુ એક આવશે જેને વહાલ કરીશું.” રુચાએ આ ન્યૂઝ સોશિયલ મીડિયા પર શેર કરતાં જ ફેન્સ અને ફ્રેન્ડ્સે શુભકામનાઓનો વરસાદ કર્યો હતો. ‘સાથ નિભાના સાથિયા’ના કો-એક્ટર્સ દેવોલિના ભટ્ટાચાર્જી, ભાવિની પુરોહિત ઉપરાંત ઈન્ડસ્ટ્રીમાંથી કાજલ પિસલ, અદા ખાન વગેરે જેવા સેલેબ્સે અભિનંદન પાઠવ્યા હતા.
જણાવી દઈએ કે, લગ્ન બાદથી રુચા ટીવીના પડદેથી દૂર છે. તેણે ૧૦ ડિસેમ્બર ૨૦૧૯ના રોજ દીકરીને જન્મ આપ્યો હતો. રુચાએ ૨૬ જાન્યુઆરી ૨૦૧૫ના રોજ રાહુલ જગદાલે સાથે મહારાષ્ટ્રીયન વિધિ પ્રમાણે લગ્ન કર્યા હતા. રાહુલ મનોરંજન ઈન્ડસ્ટ્રીનો નથી. સ્મોલ સ્ક્રીનથી દૂર રુચા માતૃત્વને મન ભરીને માણી રહી છે.
તે દીકરી સાથેની સુંદર તસવીરો તેમજ પોતાના અંગત જીવનમાં ડોકિયું કરાવતી કેટલીય ખાસ તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. રુચા ટેલિવિઝનની દુનિયાથી દૂર છે પરંતુ ૨૦૨૦માં રિલીઝ થયેલા એક મ્યૂઝિક વિડીયોમાં તે જાેવા મળી હતી. ‘સાથિયા’ના મેકર્સ રશ્મિ શર્મા અને પવનકુમાર મારુતે જ આ વિડીયો પ્રોડ્યુસ કર્યો હતો. આ અંગે વાત કરતાં અગાઉ રુચાએ કહ્યું હતું,
“મિત્રતાના નાતે હું મ્યૂઝિક વિડીયોનો ભાગ બની હતી. મને લાગ્યું કે ગીત ખૂબ જ પોઝિટિવ અને અપબીટ છે. વર્ષો પછી કેમેરાની સામે આવીને ખૂબ સારું લાગ્યું હતું. અમે ઘરે જ નાના-નાના ભાગનું શૂટિંગ કર્યું હતું અને મજા આવી હતી. એક્ટિંગમાં પાછા ફરવા અંગે એક્ટ્રેસે કહ્યું હતું, “જાે મને કોઈ પાત્ર ખૂબ રસપ્રદ લાગશે જેના માટે હું ના નહીં પાડી શકું તો હું ચોક્કસથી ઓફર સ્વીકારી લઈશ અને ટીવીની દુનિયામાં પાછી આવીશ.”ss1