નેચુરો ઈન્ડિયાબુલ્સનો રૂ. 10.92 કરોડનો પબ્લિક ઈશ્યૂ 22મી ઓગસ્ટે ખૂલશે
કંપની શેરદીઠ રૂ. 30ના ભાવે રૂ. 10ની ફેસ વેલ્યુવાળા 36.4 લાખ ઈક્વિટી શેર ઈશ્યૂ કરશે જેની બીએસઈ એસએમઈ એક્સચેન્જ પર લિસ્ટ કરાવવાની યોજના છે
અમદાવાદ, એફએમસીજી ઉદ્યોગમાં ઊભરતી જયપુર સ્થિત નેચુરો ઈન્ડિયાબુલ લિમિટેડનો પબ્લિક ઈશ્યૂ 22 ઓગસ્ટના રોજ સબસ્ક્રીપ્શન માટે ખૂલી રહ્યો છે. કંપનીએ બીએસઈ એસએમઈ એક્સચેન્જ પ્લેટફોર્મ પર તેના પબ્લિક ઈશ્યૂ લોન્ચ કરવા માટેની મંજૂરી મેળવી લીધી છે.
કંપની તેની વિસ્તરણ યોજનાઓ, કાર્યશીલ મૂડીની જરૂરિયાતો તથા સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે આઈપીઓ થકી રૂ. 10.92 કરોડ મેળવવાની યોજના ધરાવે છે. ફિનશોર મેનેજમેન્ટ સર્વિસીઝ લિમિટેડ આ ઈશ્યૂના લીડ મેનેજર છે. પબ્લિક ઈશ્યૂ 24 ઓગસ્ટે બંધ થશે.
આ પબ્લિક ઈશ્યૂમાં શેરદીઠ રૂ. 30 (ઈક્વિટી શેરદીઠ રૂ. 20ના પ્રિમિયમ સહિત)ના ભાવે રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા એક એવા 36.4 લાખ ઈક્વિટી શેર્સ નવેસરથી ઈશ્યૂ કરવાનો સમાવેશ થાય છે જેનું મૂલ્ય રૂ. 10.92 કરોડ જેટલું છે. અરજી માટે મિનિમમ લોટ સાઈઝ 4,000 શેર્સની છે જેનું મૂલ્ય અરજી દીઠ રૂ. 1.2 લાખ થાય છે. આઈપીઓ માટે રિટેલ ફાળવણી 50 ટકા છે એટલે કે રૂ. 5.18 કરોડના મૂલ્યના 17.28 લાખ શેર્સ.
2016માં સ્થપાયેલી નેચુરો ઈન્ડિયાબુલ લિમિટેડ ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સના વ્યવસાયમાં ઊભરતી કંપની છે. કંપનીની સ્થાપના શ્રી ગૌરવ જૈન અને કુ. જ્યોતિ ચૌધરીએ કરી હતી. કંપની સેનિટરી ટુવાલ, સેનિટરી નેપકિન્સ, હેન્ડ સેનિટાઈઝર અને અન્ય હેલ્થ કિટ વગેરે સહિત વિવિધ આરોગ્ય ઉત્પાદનો અને કિટ્સના વ્યવસાયમાં છે.
આ અંગે ટિપ્પણી કરતાં, શ્રી ગૌતમ જૈન, સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર, નેચુરો ઈન્ડિયાબુલ લિમિટેડે જણાવ્યું હતું કે, “કંપની તેની વૃદ્ધિ વ્યૂહરચનાના ભાગરૂપે રાજસ્થાનના બજારમાં ખૂણેખૂણે પહોંચવા અને અન્ય પ્રદેશોમાં પણ વિસ્તરણ કરવાનો લક્ષ્યાંક રાખશે.
કંપની નેચુરો ઈન્ડિયાબુલ લિમિટેડના નામ અને શૈલી હેઠળ વિવિધ આરોગ્ય અને હર્બલ ઉત્પાદનો જેવા કે, જ્યુસ, સાબુ, શેમ્પૂ, દવાઓ, ટેબ્લેટ્સ વગેરે જેવી પ્રોડક્ટ્સમાં ડાયવર્સિફિકેશન પણ કરી રહી છે. કંપનીએ સેમ્પલ્સનું વિતરણ શરૂ કર્યું છે. અમને આશા છે કે સૂચિત પબ્લિક ઈશ્યુ પછી અમે સતત ગુણવત્તાયુક્ત ઉત્પાદનો પૂરા પાડીને તમામ હિતધારકો માટે અધિકતમ મૂલ્યસર્જન કરે તે રીતે અમારી વિકાસ વ્યૂહરચનાનો અમલ કરવામાં સમર્થ હોઈશું.”