Western Times News

Gujarati News

ખેલ મહાકુંભ -૨૦૧૯ અંતર્ગત  લુણાવાડા ખાતે પૂર્વ ઝોન કક્ષાના ૮૫૨ ખેલાડીઓએ ભાગ લીધો

ખેલ મહાકુંભ એ ખેલાડીઓની પ્રતિભા બહાર લાવવાનું સુંદર પ્લેટ ફોર્મ છે રમત-ગમત ક્ષેત્રે ખેલ-દિલની ભાવના કેળવી જિલ્લાનું નામ રોશન કરે -કલેક્ટર આર.બી. બારડ લુણાવાડા 

મહીસાગર જિલલામાં ખેલ મહાકુંભ -૨૦૧૯ અંતર્ગત પૂર્વ ઝોન કક્ષાની ખો ખો અંડર -૧૪ અને અંડર -૧૭ ભાઈઓ અને બહેનોની સ્પર્ધાનું મહીસાગર જિલ્લાના લુણાવાડા ઈન્દિરા મેદાન ખાતે ૨જી નવેમ્બર થી ૮મી નવેમ્બર સુધી યોજશે. જેમાં નવ જિલ્લામાંથી વડોદરા શહેર, વડોદરા ગ્રામ્ય, આણંદ, ખેડા, દાહોદ, પંચમહાલ, બોટાદ, છોટાઉદેપુર અને મહીસાગરની ૩૬ ટીમોમાંથી ૩૫ ટીમોના નોંધાયેલા ૮૬૪ ખેલાડીઓ માંથી ૮૫૨ ખેલાડીઓ ઉપસ્થિત રહી રમતમાં ભાગ લીધો છે.

આ અવસરે જિલ્લા કલેક્ટર શ્રી આર.બી.બારડે ઉપસ્થિત ખેલાડીઓને જણાવ્યું હતું કે રમત- ગમત ક્ષેત્રે ખેલ દીલની ભાવના કેળવી આગળ વધી જિલ્લાનું નામ રોશન કરવા ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી. તેમજ કલેક્ટર શ્રી આર.બી. બારડે મેદાન પર ઉપસ્થિત રહી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો સાથે ખેલ મહાકુંભ એ ખેલાડીઓની પ્રતિભા બહાર લાવવાનું સુંદર પ્લેટ ફોર્મ છે. આ ઝોન કક્ષાની ખો ખો સ્પર્ધાને સફળ બનાવવા મહીસાગર જિલ્લા રમતગમત અધિકારી મયુરીબેન ગોહીલ, ખોખો નોડલ અધિકારી રાહુલ સાગઠીયા અને ચીફ રેફરી બપાતી સહિત વિવિધ ટીમોના મેનેજરે જહેમત ઉઠાવી હતી.

આ સ્પર્ધામાં ૩૫ ટીમોના ખેલાડીઓએ  ઉત્સાહપૂર્ણ માહોલમાં પોતાની ખેલ પ્રતિભાનું ઉત્કૃષ્ઠ પ્રદર્શન કર્યું જેમાંથી ભાઈઓ અને બહેનોમાં પ્રથમ અને દ્વિતીય એમ કુલ ચાર ટીમો રાજ્યકક્ષાએ સ્પર્ધામાં ભાગ લેશે. પરાજી ત ટીમોએ આગામી વર્ષે પુન: સારા દેખાવ માટે આશા વ્યક્ત કરી હતી. ઉપસ્થિત મહાનુભાવોએ તમામ ખેલાડીઓને અભિનંદન સહ શુભકામનાઓ પાઠવી હતી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.