આતંકીઓ સાથેની અથડામણમાં બે આતંકીઓ ઠાર મરાયા
(પ્રતિનિધિ દ્વારા) જમ્મુ, વિશ્વના મોટાભાગના દેશો જ્યારે આતંકવાદનો ખાત્મો બોલાવવા સજ્જ થઈ રહ્યા છે ત્યારે પાકિસ્તાન તેની નાપાક હરકતમાંથી બહાર આવતું નથી. સવારથી જ જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષા જવાનો તથા આતંકીઓ વચ્ચે થઈ રહેલ અથડામણમાં સુરક્ષા દળના જવાનો જડબાતોડ જવાબ આપી રહ્યા છે. થઈ રહેલ અથડામણ દરમ્યાન બે આતંકવાદીઓ તથા ૧ જવાન શહીદ થયાની માહિતી પ્રાપ્ત થઈ છે.