ચાંદખેડાની હોટલમાં યુવકનો આપઘાત
અમદાવાદ : અમદાવાદ શહેરમાં વધતી જતી આત્મહત્યાની ઘટનાઓ વચ્ચે ચાંદખેડા વિસ્તારમાં ૧૯ વર્ષના યુવકે આત્મહત્યા કરી લેતા સનસનાટી મચી ગઈ છે. આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં ચાંદખેડા વિસ્તારમાં આવેલી હોટલ સ્પર્શ ઈનના રૂમ નં.પ૧૧માં ધવલભાઈ અશોકભાઈ પરમાર નામનો યુવક રોકાયો હતો જાકે તે પોતે પણ ચાંદખેડા વિસ્તારમાં આવેલા ક્રિષ્ણા ટેનામેન્ટમાં રહેતો હતો
હોટલના રૂમમાં રાત્રિના સમયે ઝેરી દવા પી આત્મહત્યા કરી લેતા હોટલના સ્ટાફે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી ચાંદખેડા પોલીસે ઘટના સ્થળે આવી પહોંચી યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે. યુવકે કયા કારણોસર હત્યા કરી તે હજુ સુધી જાણી શકાયું નથી. યુવકના પરિવારજનોની પોલીસે પુછપરછ શરૂ કરી છે પરંતુ હજુ સુધી કોઈ કારણ જાણવા મળ્યું નથી.