અમરાઈવાડીમાં મકાનનાં તાળાં તોડી રોકડ-ઘરેણાં સહિત બે લાખનાં મુદ્દામાલની ચોરી
દિવાળીનાં તહેવાર દરમિયાન થયેલી ચોરીની ફરીયાદો કેટલાંક દિવસ બાદ પણ ચાલુ |
અમદાવાદ : દિવાળીનાં તહેવાર દરમિયાન વતન ગયેલા અથવા બહારગામ ફરવા ગયેલાં લોકો પરત ફરતાં તેમને પોતાનાં ઘરે થયેલી ચોરીની જાણ થઈ રહી છે. જેનાં પગલે દિવાળીનો તહેવાર પત્યાને કેટલાંક દિવસો થઈ ગયા હોવા છતાં ઘરફોડ તેમજ અન્ય ચોરીઓની ફરીયાદો રોજેરોજ નોંધાઈ રહી છે. આવી જ વધુ એક ફરીયાદ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
સુરેશભાઈ તારાજી પરમાર (રહે.કરણીનગર સોસાયટી, સંજય ચોક, અમરાઈવાડી) બેસતા વર્ષનાં દિવસે સમગ્ર પરીવાર સાથે પોતાના વતન ઝાલોદ રાજસ્થાન ખાતે ગયા હતા. જ્યાં તહેવારની ઊજવણી કર્યા બાદ ગત બીજી તારીખે સમગ્ર પરીવાર પરત ફર્યાે હતો.
જાકે ઘરના દરવાજાનો મુખ્ય લોકો તુટેલો જાતાં તમામ ગભરાયા હતાં. અને ઘરમાં તપાસ કરતાં અલગ અલગ રૂમમાં તિજારીઓનાં તાળાં તોડીને ચોરો સોના ચાંદીના દાગીના રોકડા રૂપિયા ઊપરાંતની વસ્તુઓ ચોરી ગયા હતા. જે તમામ મુદ્દામાલની કિંમત આશરે બે લાખ જેટલી હતી. બંધ ઘરમાં થયેલી ચોરીનાં પગલે સુરેશભાઈ તુરંત પોલીસ સ્ટેશને પહોંચ્યા એ ફરીયાદ કરતાં પોલીસે ઘટના સ્થળે જઈ તપાસ કરી હતી અને આસપાસનાં સીસીટીવી કેમેરાનાં ફુટેજ મેળવી ચોરોની ભાળ મેળવવા કાર્યવાહી હાથ ધરી હતી.