નડિયાદ ખાતે જિલ્લા કક્ષાની યોગ – સ્પર્ધાનું આયોજન
નડિયાદમાં જિલ્લા કક્ષાની યોગસ્પર્ધા ૨૮ ઓગષ્ટ ના રોજ મહિલા વ્યાયામ કન્યા મંદિર, નડિયાદ ખાતે રાખવામાં આવેલ છે. સ્પર્ધામાં ભાગ લેનાર ઈચ્છુક ખેલાડીઓ ૨૬ ઓગસ્ટ સુધીમાં એન્ટ્રી મોકલવાની રહેશે. રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેવા માટે રાજ્ય કક્ષા એ વિજેતા થવું અનિવાર્ય છે અને રાજ્ય કક્ષા એ ભાગ લેવા માટે જિલ્લા કક્ષા એ વિજેતા થવું અનિવાર્ય છે.
આ હેતુસર તમામ યોગાસનના ખેલાડીઓ, યોગ શિક્ષકો, અને યોગ નિષ્ણાંતોને જિલ્લા કક્ષાની યોગ સ્પર્ધામાં ભાગ લેવા આમંત્રિત કરવામાં આવે છે.
ગુજરાતના તમામ જિલ્લામાં જિલ્લા યોગાસના સ્પોર્ટ્સ અસોસિએશન / ગુજરાત યોગાસન સ્પોર્ટ્સ અસોસિએશનના નિજા હેઠળ જિલ્લા કક્ષાની યોગ સ્પર્ધા યોજવામાં આવશે. આ સ્પર્ધાની વધુ વિગતો માટે જિલ્લા સ્પોર્ટ્સ અસોસિએશનના અથવા ગુજરાત યોગાસન સ્પોર્ટ્સ અસોસિએશનને સંપર્ક કરવા વિનંતી છે.
ગુજરાત યોગાસન સ્પોર્ટ્સ એસોસિયેશન ને ગુજરાત સરકાર ના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ દ્વારા માન્યતા આપવામાં આવેલ છે.