ડ્રીમફોલ્ક્સ સર્વિસીસનો IPO 24 ઓગસ્ટ, 2022ના રોજ ખુલશે
₹ 2ની ફેસ વેલ્યુ ધરાવતા દરેક ઇક્વિટી શેર (“ઇક્વિટી શેર્સ”)ની પ્રાઇસ બેન્ડ ₹ 308થી ₹ 326 નક્કી થઈ છે-બિડ/ઓફર ખુલવાની તારીખ – બુધવાર, 24 ઓગસ્ટ, 2022 અને બિડ/ઓફર બંધ થવાની તારીખ – શુક્રવાર, 26 ઓગસ્ટ, 2022
અમદાવાદ, ડ્રીમફોલ્ક્સ સર્વિસીસ લિમિટેડ (“કંપની”)નો આઇપીઓ (“ઓફર”) 24 ઓગસ્ટ, 2022ને બુધવારે ખુલશે. ઓફરની પ્રાઇસ બેન્ડ ઇક્વિટી શેરદીઠ ₹ 308થી ₹ 326 નક્કી થઈ છે. બિડ્સ લઘુતમ 46 ઇક્વિટી શેર માટે થઈ શકશે અને પછી 46 ઇક્વિટી શેરના ગુણાંકમાં થઈ શકશે. DREAMFOLKS SERVICES LIMITED INITIAL PUBLIC OFFERING TO OPEN ON AUGUST 24, 2022
આઇપીઓમાં પ્રમોટર વિક્રેતા શેરધારકો દ્વારા 17,242,368 સુધીના ઇક્વિટી શેરના વેચાણની ઓફર સામેલ હશે. વેચાણ માટેની ઓફરમાં મુકેશ યાદવના 6,531,200 ઇક્વિટી શેર, દિનેશ નાગપાલના 6,531,200 ઇક્વિટી શેર અને લિબેરથા પીટર કલ્લાટ દ્વાર 4,179,968 ઇક્વિટી શેર સામેલ હશે.
ઓફર સીક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન) રુલ્સ, 1957ના નિયમ 19(2)(બી)ની દ્રષ્ટિએ, સીક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (ઇશ્યૂ ઓફ કેપિટલ એન્ડ ડિસ્ક્લોઝ રિક્વાયરમેન્ટ્સ) નિયમન, 2018 (“SEBI ICDR નિયમનો”)ના નિયમન 31 સાથે વાંચીને તેમજ SEBI ICDR નિયમનોના નિયમન 6(2) સાથે સુસંગત બુક બિલ્ડિંગ પ્રક્રિયા મારફતે રજૂ કરવામાં આવી છે
અને SEBI ICDR નિયમનોના નિયમન 6(2) સાથે સુસંગત છે, જેમાં ઓફરનો ઓછામાં ઓછો 75 ટકા હિસ્સો સપ્રમાણ આધારે ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (“QIBs”, (આ પ્રકારનો હિસ્સો “QIB પોર્શન”)ને ફાળવવામાં આવશે, જેમાં શરત એ છે કે, કંપની BRLMs સાથે ચર્ચા કરીને વિવેકાધિન ધોરણે એન્કર રોકાણકારોને ક્યુઆઇબી પોર્શનનો 60 ટકા હિસ્સો ફાળવશે (“એન્કર રોકાણકાર હિસ્સો”),
જેમાંથી SEBI ICDR નિયમનો મુજબ, એક તૃતિયાંશ હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ માટે અનામત રાખવામાં આવશે, જે સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ પાસેથી એન્કર રોકાણકાર ફાળવણીની કિંમત પર કે એનાથી વધારે કિંમત પર માન્ય બિડ મળવાને આધિન છે. એન્કર રોકાણકારના હિસ્સામાં સબસ્ક્રિપ્શન ઓછું થવાથી કે ફાળવણી ન થવાના કેસમાં બાકીના ઇક્વિટી શેર ક્યુઆઇબી પોર્શનમાં ઉમેરવામાં આવશે.
ઉપરાંત નેટ ક્યુઆઇબી પોર્શન (એન્કર રોકાણકાર પોર્શન સિવાય)નો 5 ટકા હિસ્સો સપ્રમાણ આધારે મ્યુચ્યુઅલ ફંડ (“મ્યુચ્યુઅલ ફંડ પોર્શન”)ને ફાળવવા માટે ઉપલબ્ધ કરવામાં આવશે અને નેટ ક્યુઆઇબી હિસ્સો તમામ QIBs (એન્કર રોકાણકારો સિવાય)ને સપ્રમાણ આધારે ફાળવણી માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે,
જેમાં મ્યુચ્યુઅલ ફંડ સામેલ છે, જે ઓફર પ્રાઇસ કે એનાથી વધારે પ્રાઇસ પર માન્ય બિડ મળવાને આધિન છે. જોકે, જો મ્યુચ્યુઅલ ફંડ્સ પાસેથી કુલ માગ નેટ ક્યુઆઇબી પોર્શનના 5 ટકાથી ઓછી રહે, તો મ્યુચ્યુઅલ ફંડ પોર્શનમાં ફાળવણી માટે ઉપલબ્ધ બાકીના ઇક્વિટી શેર બાકીના ક્યુઆઇબી પોર્શનમાં સપ્રમાણ આધારે ઉમેરવામાં આવશે.
વળી, નેટ ઓફરનો મહત્તમ 15 ટકા હિસ્સો સપ્રમાણ આધારે બિન-સંસ્થાગત બિડર્સને ફાળવવા માટે ઉપલબ્ધ થશે, જેમાંથી (એ) આ પ્રકારનો એક-તૃતિયાંશ હિસ્સો ₹0.2 મિલિયનથી વધારે અને ₹1 મિલિયન સુધીની એપ્લિકેશન સાઇઝ ધરાવતા અરજદારો માટે અનામત રહેશે;
અને (બી) બે-તૃતિયાંશ હિસ્સો ₹1 મિલિયનથી વધારે એપ્લિકેશન સાઇઝ ધરાવતા અરજદારો માટે અનામત રહેશે, જેમાં શરત એ છે કે, આ પ્રકારની પેટા-કેટેગરીઓમાં અનસબસ્ક્રાઇબ ન થયેલો હિસ્સો બિન-સંસ્થાગત બિડર્સની અન્ય પેટા-કેટેગરીઓમાં ફાળવી શકાશે, જે ઓફર પ્રાઇસ પર કે તેનાથી વધારે કિંમત પર માન્ય બિડ મળવાને આધિન છે
તથા ઓફરનો 10 ટકાથી વધારે હિસ્સો રિટેલ ઇન્ડિવિડ્યુઅલ બિડર્સને ફાળવણી માટે ઉપલબ્ધ થશે. ઓફરનો ઓછામાં ઓછો 75 ટકા હિસ્સો ક્યુઆઇબીને ફાળવી નહીં શાકય, તો સંપૂર્ણ એપ્લિકેશનના નાણાં રિફંડ કરવામાં આવશે. તમામ બિડર્સ (એન્કર રોકાણકારો સિવાય)ને એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ એમાઉન્ટ (“ASBA”) પ્રક્રિયા દ્વારા સપોર્ટેડ એપ્લિકેશનનો ફરજિયાત ઉપયોગ કરવો જરૂરી છે,
જે માટે તેમની સંબંધિત બેંક ખાતાઓની વિગતો પ્રદાન કરવી પડશે (યુપીઆઈ બિડર્સના કેસમાં UPI ID સહિત), જેમાં બિડની રકમ ઓફરમાં સહભાગી સેલ્ફ સર્ટિફાઇડ સિન્ડિકેટ બેંકો (“SCSBs”) દ્વારા બ્લોક થશે. એન્કર રોકાણકારોને ASBA પ્રક્રિયા દ્વારા ઓફરમાં સહભાગી થવાની મંજૂરી નથી.
વિગત મેળવવા “ઓફર પ્રક્રિયા” જુઓ, જેની શરૂઆત રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સના પેજ 289 પર થાય છે. આ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ દ્વારા ઓફર થયેલા ઇક્વિટી શેરનું લિસ્ટિંગ બીએસઇ અને એનએસઇ પર થશે. ઓફરના બુક રનિંગ લીડ મેનેજર્સ (“BRLMs”) છે – ઇક્વિરસ કેપિટલ પ્રાઇવેટ લિમિટેડ અને મોતીલાલ ઓસ્વાલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ લિમિટેડ.