સરકારે બીએસ-૬ વાહનોમાં CNG અને LPG કિટ ફિટ કરવાની મંજૂરી આપી
ભારતમાં બીએસ ૬ વાહનોની સંખ્યા લાખોમાં છે
અત્યારસુધી આ વાહનોમાં સીએનજી કીટ લગાવાનો નિયમ નહોતો, કેટલીય કંપનીઓના બીએસ ૬ વાહનોના મોડલ એવા છે, જેમાં CNG મોડલ નથી આવતા
નવી દિલ્હી,સરકારે બીએસ-૬ના પેટ્રોલ અને ડીઝલ વાહનોમાં CNG અને LPG કિટના રેટ્રોફિટમેન્ટની મંજૂરી આપી છે. મંત્રાલયના આ ર્નિણયથી લાખો વાહનચાલકોને લાભ થશે. ફક્ત દિલ્હીમાં લગભગ ચાર લાખ વાહનમાલિકોને ફાયદો થશે. જાે તમે બીએસ-૬ એન્જીનવાળી કારમાં CNG અને LPG લગાવવાનું વિચારી રહ્યા છો, તો તમે આ કામ કરાવી શકો છો.
અગાઉ માત્ર બીએસ-૪ સુધીના એન્જિન વાહનોને કિટ લગાવવાની મંજૂરી આપવામાં આવી હતી. ભારતમાં બીએસ ૬ વાહનોની સંખ્યા લાખોમાં છે. અત્યારસુધી આ વાહનોમાં સીએનજી કીટ લગાવાનો નિયમ નહોતો. કેટલીય કંપનીઓના બીએસ ૬ વાહનોના મોડલ એવા છે, જેમાં CNG મોડલ નથી આવતા. રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયએ એક નોટિફિકેશન બહાર પાડ્યું છે.
આ નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે, બીએસ (ભારત સ્ટેજ)- ફૈં ગેસોલીન વાહનો પર CNG અને LPG કિટના રેટ્રોફિટમેન્ટ અને બીએસ-ફૈં ના મામલે ૩.૫ ટનથી ઓછા ડીઝલ એન્જિનને CNG અને LPG એન્જિનથી બદલી શકાય છે. આ નોટિફિકેશનમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, CNG એક પર્યાવરણને અનુકૂળ ઈંધણ છે અને પેટ્રોલ તથા ડીઝલની સરખામણીએ કાર્બન મોનોક્સાઈડ, હાઈડ્રોકાર્બન, પાર્ટિક્યુલેટ મેટર અને ધુમાડાના ઉત્સર્જન સ્તરને ઓછું કરશે.
મંત્રાલયે વધુમાં જણાવ્યું કે, હિતધારકો સાથે ચર્ચા વિચારણ કર્યા બાદ આ ર્નિણય લેવામાં આવ્યો છે. ભારતમાં છેલ્લા ત્રણ મહિનાથી પેટ્રોલ અને ડીઝલની કિંમતો સ્થિર છે, પરંતુ આ કિંમત રૂ. ૧૦૦ની આસપાસ છે. લોકોએ પેટ્રોલ અને ડીઝલનો વધુ ખર્ચ ઉઠાવવો પડે છે. બીએસ-૬ એન્જિનવાળા વાહન જૂના છે, તો તેમના માઈલેજ પર પણ અસર થશે અને પેટ્રોલ ડીઝલમાં વધુ ખર્ચો થશે.
આ પરિસ્થિતિમાં CNG અને LPG કિટ મદદરૂપ સાબિત થઈ શકે છે. CNG અને LPG ઉપયોગથી ઓછા ખર્ચે લાંબી મુસાફરી કરી શકાય છે. વાયુ પ્રદૂષણ સતત વધી રહ્યું હોવાને કારણે દિલ્હીમાં વાયુ ગુણવત્તા પ્રબંધન આયોગે એક નવી નીતિ બનાવી છે. આયોગ અનુસાર દિવાળી પહેલા ૧ ઓક્ટોબરથી મ્જી૪ માનકવાળી ડીઝલ કાર પર પ્રતિબંધ મુકવામાં આવશે. આ વાહનોમાં CNG અને LPG કિટ લગાવીને તેનો ઉપયોગ કરી શકાય છે.ss1