વાવાઝોડા વખતે આકાશી વિજળીથી બચવા આટલુ કરો
વાવાઝોડુ અને વિજળી મોટેભાગે સાથે જ થાય છે. વીજળીના એક ઝબકારામાં ૧,૨૫,૦૦૦,૦૦૦ વોલ્ટ જેટલી વીજળી હોય છે. જે ૧૦૦ વોટના વીજળીના બલ્બને ત્રણ મહિનાથી પણ વધુ ચલાવવા માટે અથવા તો કોઈને ગંભીર ઇજા પહોંચાડવા માટે અથવા કોઈ નું મોત નીપજાવવા માટે પૂરતું ગણાય. વાવાઝોડા અને વીજળીના બનાવટ વખતે કેવા પગલાં લેવા તેની જાણકારી જીવન બચાવવા મદદરૂપ થાય છે. વીજળી એવી બાબત છે કે તમારે તેના પ્રત્યે બેદરકાર રહેવું ન જોઈએ. જેથી આવા પ્રસંગે તાત્કાલિક સલામત આશ્રય શોધો. એક વાતની તકેદારી રાખો કે વીજળી પોતાના માર્ગમાં આવતી કોઈપણ વસ્તુ પર ત્રાટકતી હોય છે અને ત્રાટકી શકે છે.
ઘરની અંદર: ઘરમાં જ રહો અથવા ઘરની અંદર જતા રહો. વીજળીનો કડાકો સંભળાય તો અનિવાર્ય પણે જરૂર ન હોય તે સિવાય બહાર ન જશો. બારી-બારણા અને વીજળીના ઉપકરણોથી દુર રહો. વીજળીના વાહક બને તેવી કોઈપણ ચીવસ્તુથી દૂર રહો- આવી બાબતોમાં ભઠ્ઠા, રેડિએટર, ચૂલા ધાતુ ની નળી, સિલ્કને ફોન નો સમાવેશ થાય છે. વાવાઝોડું/તોફાન આવતું હોય તે પહેલાં જ ઉપકરણોના વાયર પ્લગમાંથી કાઢી નાખો. પરંતુ તોફાન દરમિયાન તેમ કરવું નહી.
ટીવી, મ્યુઝિક, મિકચર- બ્લેન્ડર, ઈસ્ત્રી, હેર ડ્રાઈવર અથવા ઈલેક્ટ્રીક રેઝર જેવા વિદ્યુત ઉપકરણો જેનો સંપર્ક પ્લગ સાથે ચાલુ હોય તેનો ઉપયોગ કરશો નહીં. જો વીજળી તમારા ઘર પર પડે તો તેનો વીજભાર વહન થઈને તમારા સુધી પહોંચી શકે છે. વાવાઝોડા દરમિયાન ટેલિફોનનો ઉપયોગ કરશો નહીં. વીજળી, બહાર આવેલી ટેલિફોન લાઇનો પર ત્રાટકી શકે છે. ખાસ આકસ્મિકતા હોય તે પૂરતું જ ટેલીફોનનો ઉપયોગ કરો. સિલ્ક, બાથ અને નળ સહિત નળીઓનો સંપર્ક ટાળવો.
ઘરની બહાર: જ્યારે આપ ઘરની બહાર હો ત્યારે, વીજળી થી બચી શકાય તેવું આશ્રય શોધો. મકાનો આશ્રય માટે ઉત્તમ ગણાય. પરંતુ આવું કોઈ મકાન આસપાસમાં ન મળે તો તમે કોઈ બખોલ. ખાઈ અથવા ગુફામાં રક્ષણ મેળવી શકો છો. વૃક્ષો યોગ્ય ગણાય નહી. ઊંચા વૃક્ષો વીજળીના આકર્ષે છે.
વૃક્ષોનો આશ્રય ક્યારેય લેવો નહીં. જો મુસાફરી કરતા હોવ તો તમારા વાહનમાં જ રહો. વાહનો વીજળીથી તમને સૌથી સારું રક્ષણ પૂરું પાડી શકે છે. જેનું છાપરું મજબૂત હોય તેવી કાર વાહનમાં રહો. જો આશ્રય ન મળી શકે તો વિસ્તારમાંના ઊંચા માળખામાં આશ્રય લેવો નહીં આસપાસમાં માત્ર એકાદ વૃક્ષ હોય તો આવા વૃક્ષની ઊંચાઈ થી બમણા અંતરે ખુલ્લામાં આશ્રય હિતાવહ ગણાય.
આસપાસની જમીનના અંદરથી વધુ ઊંચા માળખા ધરાવતા વિસ્તારમાં આશ્રય લેવાનું ટાળો. લોકોના ટોળામાં રહેવાને બદલે છૂટાછવાયા વિખેરાઇ જાઓ. ધાતુનું આવરણ ધરાવતી ચીજ વસ્તુઓનો ઉપયોગ કરવો નહીં, બાઈકપ, વિજળી અથવા ટેલિફોનના થાંભલા, તારની વાડ, યંત્રો વગેરે સહિત ધાતુની ચીજ વસ્તુઓ થી દૂર રહો.
જ્યારે તમને વીજળીના ઝટકો લાગે ત્યારે: જ્યારે તમારા માથાના વાળ ઉભા થઈ જાય અથવા ચામડીમાં ઝણઝાણટ થાય ત્યારે વીજળી તમારી આસપાસ ત્રાટકવા ઉપર છે તેવું સમજવું. તાત્કાલિક નીચા નમી ને કાન ઢાંકી દેવા. જમીન પર સૂવું નહીં અથવા તો જમીન પર હાથ ટેકવવા નહીં, વીજળીનો આંચકો લાગેલી વ્યક્તિને જરૂર જણાય તો સીપીઆર (કાર્ડિયો પલ્મોનરી રિસસિટેશન) એટલે કે કૃત્રિમ શ્વાસોશ્વાસ આપવો જોઈએ તાત્કાલિક પ્રાથમિક તબીબી સારવાર આપવી.