મનીષ મલ્હોત્રાના ઘરે ફ્રેન્ડ્સનું ગેટ-ટુ-ગેધર યોજાયું

સ્ટાઈલિશ લૂકમાં જાેવા મળી કપૂર સિસ્ટર્સ
સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતાં મનીષ મલ્હોત્રા અને કરિશ્મા કપૂરે મિત્રો સાથેની આ યાદગાર સાંજની ઝલક બતાવી
મુંબઈ,બોલિવુડની કપૂર સિસ્ટર્સ એટલે કે કરીના અને કરિશ્મા પોતાના ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે મળીને પાર્ટી કરતી રહે છે. સોમવારે કરીના અને કરિશ્મા જાણીતા ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાના ઘરે પહોંચી હતી. અહીં ફિલ્મમેકર અને કરીના-કરિશ્માનો ખાસ ફ્રેન્ડ કરણ જાેહર પણ પહોંચ્યો હતો. આદર પૂનાવાલાની પત્ની નતાશા પૂનાવાલા પણ પાર્ટીમાં સામેલ થઈ હતી.
સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતાં મનીષ મલ્હોત્રા અને કરિશ્મા કપૂરે મિત્રો સાથેની આ યાદગાર સાંજની ઝલક બતાવી હતી. કરિશ્મા કપૂરે મનીષ મલ્હોત્રાના ઘરે યોજાયેલા ગેટ-ટુ-ગેધરમાંથી એક તસવીર શેર કરી છે. કરિશ્માએ ફોટો શેર કરતાં લખ્યું, ‘જસ્ટ હેંગિંગ.’ ફોટોમાં સૌ સ્ટાઈલિશ અવતારમાં જાેવા મળી રહ્યા છે. બ્લેક રંગના ટાઈડ-અપ ડ્રેસ અને ગ્રીન રંગની હિલ્સ સાથે કરિશ્મા સુંદર લાગતી હતી.
View this post on Instagram
જ્યારે કરીના કમ્ફર્ટેબલ છતાં સ્ટાઈલિશ લૂકમાં જાેવા મળી હતી. તેણે વ્હાઈટ રંગની ગ્રાફિક ટી-શર્ટ અને બ્લેક ટ્રાઉઝર પહેર્યા હતા. જ્યારે કરણ જાેહરે બ્લેક રંગનો ટ્રેકસૂટ પહેર્યો હતો. જ્યારે મનીષ મલ્હોત્રાએ રેડ પ્રિન્ટેડ શર્ટ અને બ્લેક ટી-શર્ટ પહેર્યું હતું. નતાશા પૂનાવાલા ગોલ્ડન રંગના ડ્રેસમાં સુંદર લાગતી હતી. મનીષ મલ્હોત્રાએ પણ તેના ઘરે યોજાયેલા ગેટ-ટુ-ગેધરની કેટલીક તસવીરો શેર કરી હતી.
જેમાં તે કરીના-કરિશ્મા અને નતાશા સાથે પોઝ આપતો દેખાઈ રહ્યો છે. આ તસવીરો શેર કરતાં મનીષે લખ્યું, “મિત્રો સાથેનું ઘર. દરમિયાન વર્કફ્રંટની વાત કરીએ તો, કરીના કપૂર હવે સુજાેય ઘોષની ફિલ્મ ‘ધ ડિવોશન ઓફ સસ્પેક્ટ એક્સ’માં વિજય વર્મા અને જયદીપ અહલાવત સાથે જાેવા મળશે. આ ફિલ્મ દ્વારા કરીના ઓટીટી ડેબ્યૂ કરશે. આ સિવાય કરીના પાસે હંસલ મહેતાની ફિલ્મ પણ છે. જેનું શૂટિંગ સપ્ટેમ્બરમાં શરૂ થશે. કરીના છેલ્લે ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’માં જાેવા મળી હતી. આ ફિલ્મને દર્શકોનો મિશ્ર પ્રતિસાદ મળ્યો છે.ss1