Western Times News

Gujarati News

નર્મદા નદી ભરૂચ માટે ફાયદાકારક તો અંકલેશ્વર માટે એટલી જ નુકસાનકારક

રેવાએ બદલેલા પ્રવાહથી અંકલેશ્વરની હજારો એકર જમીનનું થઈ રહ્યું છે ધોવાણ : ભરૂચના ફુરજા અને દાંડિયા બજારમાં હવે ૨૮ ફૂટની સપાટી વધે તો જ પ્રવેશે છે રેલના પાણી.

ભાડભુત બેરેજ યોજના હેઠળ બન્ને તરફ પ્રોટેક્શન વોલ પાળા બનતા કિનારાઓનું ધોવાણ અટકાવવાની આશા.

(વિરલ રાણા) ભરૂચ,રેવામાં રેલ વચ્ચે ભરૂચ માટે એક તરફ સારા સમાચાર છે.ત્યાં અંકલેશ્વર માટે ચિંતાજનક.કારણકે ભરૂચ અને અંકલેશ્વર માંથી સર્પાકાર વહેતી નર્મદા નદીએ પાછલા કેટલાક વર્ષોમાં વહેણ બદલ્યું છે.જેના પગલે અંકલેશ્વર તરફના કાંઠાનું ધોવાણ થતાં અનેક જમીનો ધોવાઈ રહી છે.ભરૂચ તરફથી નર્મદા નદી ધીમે ધીમે દૂર ખસી અંકલેશ્વર તરફ ખસી રહી છે.

ભરૂચ માંથી દૂર જઈ રહેલી નર્મદા નદીને કારણે હવે ૨૭ ફૂટે ગોલ્ડન બ્રિજની સપાટી સ્પર્શ કરવા છતાં પુરના પાણી ફુરજા,દાંડિયા બજાર વિસ્તારમાં પ્રવેશવાના શરૂ થઈ જતાં હતા તે હવે નહિ પ્રવેશતા લોકોને પૂરની સ્થિતિ થી દૂર રહેતા ચિંતા ઓછી થઈ છે.જેના પગલે તંત્રએ પણ રાહત અનુભવી છે.

ભરૂચ થી નદી દૂર જઈ અંકલેશ્વરની વધુને વધુ સમીપ પહોંચતા ભરૂચ સિટીમાં જ્યાં રેલની અસર ૨૮ ફૂટ બાદ થઈ રહી છે.ત્યાં અંકલેશ્વર તરફના કિનારે ખેતીની જમીન અને અન્યને નુકશાની વધારી રહી છે.વિતેલા ૧૫ વર્ષ કે તેથી વધુ સમયમાં અંકલેશ્વર કિનારે કેટલાય વીંઘા જમીન નદીમાં ગરકાવ થઈ ગઈ છે.

અંકલેશ્વર કિનારાનું વ્યાપક ધોવાણ થઈ રહ્યું હોય ખેડૂતો અને ગ્રામજનોએ વખતો વખત પ્રોટેક્શન વોલ બનાવવાની પણ માંગણીઓ કરી હતી.જેમાં પ્રોટેક્શન વોલની કામગીરી શરૂ પણ કરાઈ હતી.

જોકે તે અધૂરી છોડી દેવામાં આવી હતી.હાલ ભાડભૂત બેરેજ યોજના કરોડોના ખર્ચે આગળ ધપી રહી છે ત્યારે બન્ને તરફ પાળા અને રોડની કામગીરીને લઈ પ્રોટેક્શન વોલનું નિર્માણ થતા અંકલેશ્વર તરફના કિનારાનું ધોવાણ અટકશે તેવી ખેડૂતો અને લોકો આશ લગાવીને બેઠા છે.૧૯૭૦ થી સતત નદીનું અંકલેશ્વર તરફ પ્રયાણ થતા ખેડૂતોની ૩૦ વર્ષથી જમીનો નર્મદા નદીમાં ગરકાવ થઈ છે.

અંકલેશ્વર તાલુકાના ૧૧ થી વધુ ગામના ૫૦૦ થી વધુ ખેડૂતો ૨૨૦૦ વિંધા જમીન વિહોણા બન્યા છે. જે પાછળનું કારણ નર્મદા નદીનું અંકલેશ્વર તરફનું પ્રયાણ સામે આવ્યું છે.અંકલેશ્વર કાંઠા વિસ્તારના આ ગામોની જમીન સત્તત ધોવાણ ૧૯૯૨ થી અવિરત વધ્યું ચાલુ છે.લોકોની રજુઆતના અંતે ૨૦૧૨-૧૩ પછી સરફુદ્દીન- નવા બોરભાઠા, જુના બોરભાઠા વિસ્તારમાં ગેબીયન વોલ કમ પ્રોટેક્શન વોલની કામગીરીનો પ્રારંભ કરાયો હતો.

જે માત્ર ૯ મહિના ટૂંકા સમયમાં ઈજારદાર અને તંત્રની માથાકૂટ વચ્ચે અટકી જવા પામ્યું હતું અને હાઈકોર્ટમાં મામલો પહોંચી ગયો હતો.ત્યાર બાદ તંત્ર દ્વારા વિયર કમ બેરેજ યોજના અંતર્ગત અંકલેશ્વર નર્મદા નદી કિનારો કેચમેન સમાવી સંરક્ષણ દીવાલ બનાવાનો લોલીપોપ પકડાવી હાથ અધ્ધર તાલ કરી દીધા હતા. ગત વર્ષે પણ ૮૦ થી ૧૦૦ એકર જમીનનું પૂર માં ધોવાણ થયું હતું જે અંગે તંત્રને રજુઆત કરવા બાદ રિવર કમ બેરેજ કામગીરી ટૂંક માં શરૂ થઈ જશે તેવા ઠાલા વચનો મળ્યા છે.

પણ આજદિન સુધી કામગીરી ચાલુ થઇ નથી જેને લઈ હવે ખેડૂતોમાં ધીરે ધીરે છૂપો રોષ ફેલાઈ રહ્યો છે.હાલમાં પૂરના પાણીમાં સૌથી વધુ જમીન ધોવાણ નર્મદા નદીમાં ૧૯૯૨ થી જમીન ધોવાણ ચાલુ છે.હાલમાં જ પૂરના પાણી ધોવાણ ખુબજ વધી ગયું છે.અત્યાર સુધી ૨૨૦૦ થી વિધા જમીન ધોવાણ થયું છે.૫૦૦ થી વધુ ખેડૂતોની જમીન ધોવાય ગઈ છે.છેલ્લા ૩ વર્ષમાં ૧૫૦ એકર જમીન ધુવન થયું છે.

તંત્ર સમક્ષ બસ એકજ અપીલ ભારભૂત રિવર કમ બેરેજની કામગીરી ચાલુ થાય કે ના થઇ પહેલા અંકલેશ્વર નર્મદા કાંઠા વિસ્તારની જમીન ધોવાના અટકવા પાર ની કામગીરી કરવા અપીલ છે.તે ઝડપ થી ચાલુ થાય તે જરૂરી છે.
સરફુદ્દીન ગામે અધૂરી કામગીરીને લઈ આજે પણ ધોવાણ ચાલુ સરફુદ્દીન ગામ થી ૧ કિમિ સુધી વિસ્તાર જેતે વખતે પણ પ્રોટેક્શન વોલના કામગીરીમાં સમાવ્યો ના હતો અને આજે પણ એ કામગીરી અધૂરી છે.ગામ નજીકના ખેડૂતો જમીનનું ધોવાણ આજેપણ થઇ રહ્યું છે.

તો ગામને પૂર ના પાણી અસર પણ વધી રહી છે.વારંવાર રજુઆત કરવામાં આવી છે. પણ કોઈ નક્કર પગલાં ભરવામાં આવ્યા નથી.૨૦૧૨-૧૩ વર્ષ પછી માંડ ૩ સ્થળે પ્રોટેક્શન વોલ કામગીરી કરાય તે પણ અધૂરી રહી જવા પામી છે. ત્યારબાદ ખેડૂતો દ્વારા ઉગ્ર રજુઆત કરતા તંત્ર દ્વારા રિવર કમ બેરેજના કેચમેન એરિયામાં સમાવામાં આવ્યો છે.તો યોજનાનો પ્રારંભ થશે એટલે પ્રોટેક્શન વોલ બનશે.

યોજનોનું પી.એમ. દ્વારા ખાતમુહૂર્ત કર્યાને પણ આજે ૨ વર્ષ થવા આવ્યા છે. છતાં યોજના કાગળ પર રહી જવા પામી છે.નર્મદા અને અમરાવતી નદી સંગમ સ્થાને ૧૦૦ વિધા જમીન વિલીન થતાં અમરાવતી નદી નર્મદા નદીમાં કાંસીયા ગામ નજીક વિલીન થાય છે. અમરાવતી નદીમાં પૂરના પાણી અને નર્મદા નદીના પાણી લઈ ખાડી વિસ્તારમાં ૧૦૦ વિધા કરતા વધુ જમીન ૫૦ થી વધુ ખેડૂતો ગુમાવી દીધી છે.

અમરાવતી નદીને લઈ આ સંગમ સ્થાન વિસ્તાર સત્તત ધોવાણ વધી રહ્યું છે.નર્મદા નદી ધોવાણમાં હાંસોટ તરફથી અંકલેશ્વર તરફ આવતા જુના તરીયા, નવા તારીયા, માટીએડ, કોયલી, જુના હરિપુરા, સજોદ, જુના સક્કરપોર ભાઠા, ખાલપીયા, સરફુદ્દીન, જૂના બોરભાઠા બેટ, નવા બોરભાઠા બેટ, જુના પુનગામ, સહીતના ગામો ખેડૂતો જમીન ગુમાવાનો વારો આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.