દિવ્યાંગ લોકો એસટીની તમામ બસોમાં રાજ્યની બહાર પણ મફત મુસાફરી કરી શકશે
રાજ્ય બહાર અંદાજિત ૧૬૮ બસ રૂટ ઉપર એસટી બસ કાર્યરત છે
(એજન્સી)ગાંધીનગર, રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી આ જાહેરાત મુજબ હવે રાજ્યનો કોઈ પણ દિવ્યાંગ વ્યક્તિ જે બસપાસ ધરાવે છે તે આ યોજનાનો લાભ લઈ શકશે.
રાજ્યના દિવ્યાંગો માટે રાજ્ય સરકારે મહત્વનો ર્નિણય કર્યો છે. આ ર્નિણય મુજબ હવે રાજ્યના દિવ્યાંગ લોકો એસટીની તમામ બસોમાં રાજ્યની બહાર પણ મફત મુસાફરી કરી શકશે.
આજે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી આ જાહેરાત મુજબ હવે રાજ્યનો કોઈ પણ દિવ્યાંગ વ્યક્તિ જે બસપાસ ધરાવે છે તે, બસ રૂટના રાજ્ય બહાર આવેલા છેલ્લાં સ્ટેશન સુધી વિનામૂલ્યે મુસાફરીનો લાભ લઈ શકશે.
મહત્વનું છે કે, આ ર્નિણયના પરિણામે ૩.૧૮ લાખ દિવ્યાંગ બસપાસ ધારકોને લાભ મળશે. એસટી દ્વારા હાલ રાજ્ય બહાર અંદાજિત ૧૬૮ બસ રૂટ ઉપર એસટી બસ કાર્યરત છે.
દિવ્યાંગ વ્યક્તિઓને અભ્યાસ, સારવાર, નોકરી ધંધાના સ્થળે વિનામૂલ્યે પ્રવાસ કરવા યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજના સાથે અંદાજિત રૂ. ૨.૫ કરોડનું ભારણ રાજય સરકાર વહન કરશે.