છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૦,૭૨૫ નવા કેસ નોંધાયા

દેશમાં ફરી વધ્યા કોરોના વાયરસના કેસ
છેલ્લા ૨૪ કલાકમાં ૧૩,૦૮૪ લોકો કોરોનાથી સ્વસ્થ પણ થયા છે: એક્ટિવ કેસ હવે ઘટીને ૯૪,૦૪૭ થયા
નવી દિલ્હી, સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી સામેની લડાઈ ચાલુ છે. દરમિયાન, ભારતમાં ફરીથી કોરોનાના કેસમાં વધારો નોંધાયો છે. આજે ફરી કોરોના કેસની સંખ્યા ૧૦ હજારને પાર થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ મુજબ, બુધવારની સરખામણીમાં આજે નવા કેસોમાં વધારો જાેવા મળ્યો છે.
છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૧૦,૭૨૫ નવા કેસ નોંધાયા છે. બુધવારે એટલે કે ૨૪ ઓગસ્ટના રોજ કોરોના સંક્રમણના ૧૦,૬૪૯ નવા કેસ નોંધાયા હતા.સ્વાસ્થ્ય મંત્રાલયના રિપોર્ટ અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં ૧૩,૦૮૪ લોકો કોરોનાથી સ્વસ્થ પણ થયા છે. આ સાથે, કોરોનાના એક્ટિવ કેસોમાં પણ ઘટાડો થયો છે. કોરોનાના એક્ટિવ કેસ હવે ઘટીને ૯૪,૦૪૭ પર આવી ગયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં અત્યાર સુધીમાં કુલ ૮૮.૩૯ કરોડ ટેસ્ટ કરવામાં આવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૩,૯૨,૮૩૭ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. ભારતમાં એક્ટિવ કેસ ૯૪,૦૪૭ છે.સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, હાલમાં રિકવરી રેટ ૯૮.૬૦% છે.
છેલ્લા ૨૪ કલાકમાં ૧૩,૦૮૪ કોરોના દર્દીઓ સ્વસ્થ થયા છે. આ સાથે સ્વસ્થ થયેલા દર્દીઓની કુલ સંખ્યા વધીને ૪,૩૭,૫૭,૩૮૫ થઈ ગઈ છે.દેશમાં રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કુલ ૨૧૦.૮૨ કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૨૩,૫૦,૬૬૫ ડોઝ આપવામાં આવ્યા હતા.ss1