વેટ કાયદા હેઠળ થતી તમામ ચૂકવણી 1લી સપ્ટેમ્બરથી ઓનલાઈન ચૂકવવી પડશે

વેટ કાયદા / કેન્દ્રીય કાયદા હેઠળ ચૂકવવાની થતી વેરો, વ્યાજ અને દંડ સહિતની તમામ રકમ વેપારીશ્રીએ તા. ૦૧/૦૯/૨૦૨૨ થી ફરજિયાત ઓનલાઈન પદ્ધતિ ચૂકવવાની રહેશે
નાયબ રાજ્ય વેરા કમિશનર (નિરીક્ષણ અને સંકલન), ગુજરાત રાજ્ય, અમદાવાદની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર ઓનલાઇન પદ્ધતિથી વેપારી શ્રી ગમે તે સમયે અને ગમે તે સ્થળેથી વેરાની ચુકવણી કરી શકે છે. જેનાથી સમય, શ્રમ અને સ્ટેશનરીનો વ્યય થતો પણ અટકે છે. વધુમાં, ઘણા કિસ્સામાં મેન્યુઅલ ભરેલ ચલણની વિગતોમાં ચેડાં કરીને વેપારીશ્રી સાથે છેતરપિંડી કર્યાનું ધ્યાને આવેલ છે.
આ મુશ્કેલીના નિવારણ માટે કમિશનર, કોમર્શિયલ ટેક્ષ, ગુજરાત રાજ્ય દ્વારા તા. ૦૧/૦૮/૨૦૨૨ના રોજ ઇલેક્ટ્રોનિક પેમેન્ટ કરવા અંગે પરિપત્ર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. આ પરિપત્ર મુજબ કોઈપણ ટેક્ષ પિરિયડ માટેની વેટ કાયદા / કેન્દ્રીય કાયદા હેઠળ ચૂકવવાના થતા વેરા, વ્યાજ અને દંડ સહિતની તમામ રકમ વેપારીશ્રીએ તા. ૦૧/૦૯/૨૦૨૨ થી ફરજિયાત ઓનલાઈન પદ્ધતિ ચૂકવવાની રહેશે