પ્રમાણિકતા અને આધ્યાત્મિકતા જીવનના સ્તંભો છેઃ નૈતિક દેસાઈ
જીવનની સચ્ચાઈને જીરવી જનારને પ્રેમ અને સાંત્વના, કાળજી અને લાગણીઓ જ જીવાડે છે એવી એક વાત એટલે તાજેતરમાં જ આવેલી ગુજરાતી ફિલ્મ “હાથતાળી”.. (Naitik Desai Gujarati film Hathtali) આજે એની અને એના કલાકારની વાત કરવી છે. ફિલ્મના એક્ટર નૈતિક દેસાઈ અને ફિલ્મ હાથતાળી વિશેની થોડી વાત…
જીવનમાં કઈ વસ્તુમાં વધારે શ્રદ્ધા છેઃ નૈતિક દેસાઈ કહે છે; તેઓ પ્રમાણિક રહેવામાં માને છે અને સાથે સાથે આધ્યાત્મિક પણ છે. તેઓ માને છે, કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર પોતાને ગમતું કામ કરવું. તમારી નોંધ ચોક્ક્સ લેવાશે તેવું એ કહે છે.
હાથ તાળી ફિલ્મ વિષેઃ નૈતિક કહે છે;
હાથ તાળી એ સાચી ઘટના પરથી બનેલી ફિલ્મ છે. જેમાં એક છોકરીની વાત છે કે જે ગંભીર બીમારીથી પીડાય છે. જેને લીધે તેને અને તેના પરિવારને આર્થિક, માનસિક દરેક પ્રકારની તકલીફ પડે છે. આ વાત જાણવા છતાં પણ તમને સાચો સાથ, સાચો પ્રેમ મળે, જે તમારો સહારો બની તમારી સાથે ચાલે આ ફિલ્મમાં એની એ સફરની વાત છે.
જયારે છેલ્લે બીમારીમાં જીવન અને મરણ વચ્ચે એ છોકરીનો જીવ ઝોલા ખાય ત્યારે કોણ કોને હાથ થાળી આપે છે, એ જાેવા માટે તો તમારે તમારા નજીકના થીએટરમાં હાથ તાળી જાેવા જવું જ પડશે. રીતેશ મોકાસણા નિર્મિત- લિખિત-દિગ્દર્શિત આ ફિલ્મ જાેવા ચોક્કસથી જજાે.
નાટક અને ફિલ્મની વાતઃ નૈતિક દેસાઈ યુથ ફેસ્ટીવલમાં સ્ટુડન્ટસને ડ્રામા શીખવે છે. એક ડિરેક્ટર તરીકે પણ તેમની એક અલગ ઓળખાણ છે. તેઓ કહે છે; નાટકમાં એક સફર છે, જે ફિલ્મમાં નથી. નાટકમાં તમે જે તે પાત્રમાં ડૂબી જાઓ છો. એને જ જીવો છે. એમાં રહો છો. જયારે ફિલ્મમાં એવી સફર જળવાતી નથી. નૈતિક દેસાઈ ઘણા બધા નાટકોમાં પણ અભિનેતા અને દિગ્દર્શક તરીકે કામ કરી ચૂક્યા છે.
ગેહરા રાઝ/ લવ રિવેન્જઃ નૈતિક દેસાઈએ “એમ-એક્સ પ્લેયર ઓટીટી પ્લેટફોર્મ માટે પણ બે સીરીઝ કરી છે. એક છે “ગેહરા રાઝ” અને બીજી છે “લવ રિવેન્જ.” જાે તમને થ્રીલર ગમતું હોય તો આ સીરીઝ તમને ગમશે. આ વિષે વધુ કહીએ એના કરતા તમે જાતે જ જાેઈ લો.
વિઝન અને ગુજરાતી સિનેમાની વાતઃ નૈતિક કહે છે; તેઓ એવું કેરેક્ટર કરવાનું પસંદ કરે કે જેનાથી કોઈ મેસેજ મળે. તેમને બાયોગ્રાફી કરવાની ઈચ્છા છે. ગુજરાતી સિનેમાની વાત કરતા તેઓ કહે છે; કોઈ પણ ફિલ્મને લોકો સુધી પહોંચાડવા માટે ત્રણ વસ્તુઓ પરફેક્ટ હોવી જરૂરી છે.
એક તો સ્ટોરી, વાર્તા સરસ હોય તો એનું મેકિંગ પણ એવું જ જાેરદાર હોવું જાેઈએ. મેકિંગ એ એનું બીજું પાસુ છે. મોટા પરદા પારણું એનું ચિત્રણ એટલે કે ડીરેક્શન પણ એવું જ અદભૂત હોય અને છેલ્લું પાસુ કે જેના વગર તો ચાલે જ નહિ તે છે માર્કેટિંગ. આ ત્રણ બાબતો જાે પરફેક્ટ હોય તો કોઈ પણ સારી સ્ક્રીપ્ટ, કોઈ પણ સારી ફિલ્મ દર્શકો સુધી પહોંચે જ છે.
પોતાની વાતઃ નૈતિક કહે છે; “જાે હું અભિનેતા ના હોત તો હું ચોક્કસ ટીચર બન્યો હોત” જાેકે ટીચર તો તેઓ અત્યારે પણ છે જ. તેઓ કોલેજ સ્ટુડન્ટસને ડ્રામાનાં વર્કશોપ કરાવે છે અને ડ્રામા પણ કરાવે છે. નૈતિક માને છે કે કોઈ પણ કામ કરો તેને સાચા દિલથી અને પ્રમાણિકતાથી કરવામાં આવે તો તમને સફળતા ચોક્કસ મળે જ છે.