Western Times News

Gujarati News

તમારા બાળકની આગળ ચાલી એને હંફાવશો નહીં, પાછળ ચાલીને એને ચકાસશો નહીં

One child goes missing every eight minutes

પ્રતિકાત્મક

બાળકની અવ્યક્ત અરજ-પરંતુ એની સાથે ચાલીને એને મજબૂત બનાવો .

અધિકાંશ માતા -પિતા પોતાના બાળકને પોતાનો અંશ નહીં પણ ,પોતાની અધૂરી ઈચ્છા પૂર્તિનું સાધન માને છે .બાળક પોતાની વાત સંભળાવે એની પહેલાં પેરેન્ટ્‌સ પોતાની વાત સંભળાવા તૈયાર હોય છે .પેરેન્ટ્‌સને પોતાના બાળકમાં વિશ્વાસ આવતાં આવતાં કેટલીક વાર ખુબ મોડું થઇ જતું હોય છે .બાળકને જાણે કોઈ સુધારણા કેન્દ્ર માં મૂક્યું હોય એમ કેટલીક વાર ઘરમાં એજ પ્રમાણે નું વર્તન થયાં કરતું હોય છે .

બાળક ભલે કોઈપણ ઉંમરનું થાય માતા -પિતા તો એ હજી બાળપણ ની અવસ્થામાં હોય એવું માનતા હોય છે ….સાચા અર્થમાં આ એમના દિલમાં છુપાયેલી સ્નેહની લાગણી છે .પોતાનું બાળક બહારની દુનિયામાં સફળ થાય એ માટે તેમજ એના જીવનમાં શિસ્ત વણાય એ માટે દંડ કે દબાણનો ઉપયોગ કરે ત્યારે ….આ સંબંધમાં કેટલીયે મુશ્કેલીઓ જન્મે છે .

બાળક જાગતો રહે અને વિકસતો રહે એ માટે કેટલા પેરેન્ટ્‌સ ગંભીરતાથી વિચારે છે …??બાળકને જયારે એવું શીખવાડવામાં આવે કે ,બીજને અંકુરિત થઇ વૃક્ષ થવાં માટે કેટલું સહેવું પડે છે ,તેવી જ રીતે એક સફળ માનવ બનવા મહેનત ખુબ આવશ્યક છે ,

ત્યારે બાળક એક જવાબદાર અને સમજુ વ્યક્તિ બને છે .સર્વાંગી વિકાસ થઇ શકે એવા ઘડતરની જરૂર બાળકના જીવનમાં સૌથી વધુ છે .પરંતુ કેટલીક વાર પેરેન્ટ્‌સ ની અપેક્ષાઓ એટલી બધી વધી જાય છે કે ,બાળક એક અદ્રશ્ય બેડીમાં જકડાઈ જાય છે અને ગુંગળામણ અનુભવવા લાગે છે .આવા વખતે બાળક પાસે હોય છે ,એની અવ્યક્ત અરજ …….શબ્દકોશના બધા ચુનિંદા શબ્દો પુરા થઇ જાય ત્યારે બાળકના મનની અધૂરપની વાતો શરૂ થાય છે .

બાળક માત્ર એવું કહેવા ઇચ્છતું હોય છે કે,એ પોતાની આંતરિક દોરવણીથી અમુક ર્નિણય લેવા માંગે છે .એને બીજાના પગલે નથી ચાલવું .બાળક અને પેરેન્ટ્‌સ બન્ને એ સમજવાની જરૂર છે કે ,સત્ય એક રિલેટિવ ટર્મ છે ….ઘણીવાર આજનું સત્ય કાલનું સત્ય નથી રહેતું .જાે વર્તમાનમાં આપણા બાળકના અવરોધો વિષે આપણે સમજીયે અને એની સાથે એને સ્વીકારીએ તો એ પોતાના અતીત સાથે એ આપણા અસ્તિત્વનો ભાગ બની જાય છે .

બાળકની જીજ્ઞાશાને કેવી રીતે ચિંતનનું સ્વરૂપ આપવું …એ પેરેન્ટ્‌સ માટે કસોટીરૂપ છે .સાથે સમજણ આપવી કે જીવનમાં પ્રગતિની દોડમાં વિવેક પાછળના છૂટી જાય .

ખોટા શિક્ષણના લીધે બાળક ખોવાઈ જાય છે .શિક્ષકની આપેક્ષાઓ નીચે દટાઈને એની મૌલિકતા અને રચનાત્મકતા સડવા લાગે છે .બાળકનાં નૈતિક મૂલ્યોને આપણે જ આપણી ધારણાઓ માં સીમિત કરી દઈએ છીએ .

બાળકનાં ઘડતરમાં શિક્ષકનો ફાળો પણ ખુબ મહત્વનો હોય છે બાળક વિદ્યાર્થી બને ત્યારે શિક્ષક એવું ઈચ્છે છે ,એ સંપૂર્ણપણે તેની અપેક્ષાના વર્તુળમાં જ રહે .એની સરહદો નક્કી કરીને એની અગ્નિપરીક્ષા લેવાય છે …..પણ બાળકને બુદ્ધિ અને ડાહપણનો ભેદ સમજાવવાનું ચુકી જાય છે .બીજાને સમજવા માટે બુદ્ધિ જાેઈએ ….પણ પોતાને સમજવા માટે ડાહપણ જાેઈએ .બાળકને આ વાત સમજાવવી રહી .કારણકે આ વાત એને સફળ બિઝનેસમેનની સાથે સાથે સફળ અને સાચો માનવ બનાવશે .

બાળકના વિચારો સાથે જયારે આપણે અસંમત હોઈએ છીએ ….ત્યારે આપણે આપણા મંતવ્યો વિષે ફેરવિચારણા કરવાં બેસી જઇયે છીએ .આજ પેરેન્ટની મુશ્કેલી છે .બાળકનાં વર્તનનું વણજાેઈતું પૃથક્કરણ મોટાભાગના માતા -પિતા કરતાં હોય છે .

બાળક માટે સાચવીને રાખેલી ઉષ્મા ક્યારે ઉષ્ણતામા પરિવર્તિત થઇ જાય છે એમને ખુદને ખબર નથી પડતી .બાળકને સમજાવવું અઘરું તો છે જ …..કે ,જીવનને સ્વાભાવિક અને સમતોલ રાખીને આગળ વધવું જાેઈએ ….આ સમજણ બાળકને સમય જતાં જ આવશે .પેરેન્ટ્‌સની ઉતાવળ બાળક અને એમની વચ્ચે ગેરસમજની ખાઈ વધારે ઊંડી બનાવે છે .

દુનિયાથી અલગ વિચારવા માટે પોતાના બાળકને પ્રેરનાર પેરેન્ટ્‌સ સાચા અર્થમાં એને ખુલ્લા આકાશમાં ઉડવા દે છે એવું કહી શકાય .બાળકને ભૂતકાળનો ખ્યાલ આપીને ભવિષ્યકાળનાં દરવાજા સુધી પહોંચાડવા કામ પેરેન્ટ્‌સનું અને શિક્ષક બન્નેનું છે

પેરેન્ટ્‌સ બાળક માટે જેટલું કરે એટલું ઓછું ગણાય છે ….સામે પક્ષે બાળક પણ પોતાના પેરેન્ટ્‌સ માટે એવું જ વિચારે એ જરૂરી છે .મારા મતે બાળકે વધતી ઉંમરે પેરેન્ટ્‌સ પરનું અવલંબન ઘટાડવું જાેઈએ .વધુ પડતાં લાડકોડમાં બાળક નિર્માલ્ય બનતાં જાય છે ,આ હકીકત સ્વીકારવી રહી …..એટલે બાળક પોતાના જીવનને લગતાં ર્નિણયો ખુબ સમજી વિચારીને લેવા જાેઈએ.

પેરેન્ટ્‌સએ બાળકને વધુ પડતું પ્રોટેક્ટ કરીને એને પરવશ ના બનાવવું ….એને ભૂલ કરવાની સ્વત્રંતતા આપવી જાેઈએ .બાળક પ્રત્યેનો પ્રેમ સમજવા માટે પહેલાં માતા -પિતા બનવું પડે ….સાથે એને જીવનના દરેક પરિણામનું મૂલ્યાંકન કરવાનું શીખવાડવું પણ પડે .

સમાજમાં પરિવર્તન લાવવા માટે બાળકને શિસ્ત અને સદભાવનાના પાઠ શીખવાડવા તો પડશે ,પણ હવેનું બાળક ઇલેકટ્રોનિક ગેઝેટો નાં મજબૂત ભરડામાં રહીને શ્વાસ લઇ રહ્યું છે .તેથી બાળકને સમજવા અને સમજાવવા માટે તેમજ આપણી સંસ્કૃતિને બચાવવાં માટે આપણે યોગ્ય તર્ક સાથે સજ્જ રહેવું પડશે .

બાળકની સામે ભટકી જવા માટેના ઘણાં બધા પ્રલોભનો તો છે જ …..આ લડતમાં એના ટીકાકાર ના બનતાં ,એક મજબૂત અને સમજદાર મિત્રની ભૂમિકા અદા કરીને બાળકની પીઠ થપથપાવી એનાં મનોબળને વધારતાં રહીયે .પેરેન્ટ્‌સ પોતાનાં બાળકના ઉત્તમ કાર્ય પર ગર્વ કરે ….

તેવી જ રીતે બાળક પણ પેરેન્ટ્‌સની સમજણશક્તિ પર ગર્વ કરે એવું વાતાવરણ ઉભું કરવું જાેઈએ. બાળક પોતાનાં મનની વાત એક અરજ તરીકે નહીં ….પણ એક દોસ્ત સાથે કરાતી નિર્દોષ રજુઆતનું સ્વરૂપ લે તો કેટલીયે આત્મહત્યાઓ ટાળી શકીયે .એક બીજી મહત્વની વાત …..વૃધ્ધાશ્રમમાં ચાલતા વેઇટિંગલિસ્ટમાં ચોક્કસ ધટાડો થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.