જામનગરમાં ભૂકંપથી ફફડાટ
જામનગર, અતિવૃ્ષ્ટિ બાદ હવે ભાવનગરમાં આવેલાં ભૂકંપના આંચકાથી નાગરિકોમાં ફફડાટ ફેલાયો છે. 3.1ની તીવ્રતાના ભૂકંપના કારણે ભયનાં માર્યા નાગરીકો ઘરની બહાર દોડી આવ્યાં હતાં. જોકે જાનમાલને નુકસાન થયાનાં કોઈ સમાચાર પ્રાપ્ત થયા નથી. કેટલીક જગ્યાએ મકાનોમાં તિરાડો પડ્યાની જાણ થઈ છે. સૌરાષ્ટ્રમાં હાલ મહા વાવાઝોડાનાં પગલે એલર્ટની સ્થિતિ છે અને આજે આવેલાં ભૂકંપના પગલે તંત્ર વધુ એલર્ટ થયેલું છે. જામનગરમાં આવેલા ભૂકંપનું કેન્દ્રબિંદુ નજીકમાં જ આવેલું હોવાથી ભૂસ્તરાશાસ્ત્રીઓ ચિંતાતૂર બનેલાં છે.