Western Times News

Gujarati News

ભંગારના ગોડાઉનમાં આગ, ૩ બાળકો સહિત પાંચના મોત

પ્રતિકાત્મક

ઈમારત સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ

મુખ્યમંત્રી યોગીએ દુર્ઘટનામાં જાનહાનિ પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી: ઘાયલોને યોગ્ય સારવારની સૂચના

મુરાદાબાદ,ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં એક ભંગારના ગોડાઉનમાં શંકાસ્પદ સંજાેગોમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં ૩ બાળકો સહિત કુલ ૫ લોકોના સળગી જવાથી મોત થયા છે.આ સિવાય અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આગ ઓલવવાના પ્રયાસો ચાલુ છે.

ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.લાખોના નુકશાનની સંભાવના. સ્થાનિક લોકો પણ આગ ઓલવવાના પ્રયાસો કરી રહ્યા છે. ભંગારના વેપારીના મકાનની નીચેના ભાગે બનાવેલા ભંગારના ગોડાઉનમાં આગ લાગી છે. આગ ઉપરના બે માળ સુધી પહોંચી, ઘટના ગલશહીદ પોલીસ સ્ટેશન વિસ્તારની જણાવવામાં આવી રહી છે. ઈમારત સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ છે.

આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ જણાવવામાં આવી રહ્યું છે, આગ એટલી ઝડપથી ફેલાઈ કે તેણે આખી ઈમારતને લપેટમાં લઈ લીધી. ઘટના સમયે એક જ પરિવારના ૫ લોકો ફસાઈ ગયા હતા. જાેઓ મૃત્યુ પામ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે, ઘરની નીચે ટાયરનો વેરહાઉસ હતો. ત્યાં પહેલા આગ લાગી હતી. થોડી જ વારમાં આગ આખા ઘરને લપેટમાં લઈ લીધી.

ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગ ઓલવવાનું કામ કરી રહી છે.ઘરમાં ફસાયેલા લોકોને બચાવવાના પ્રયાસ થઈ રહ્યા છે. ડીએમ, એસએસપી સહિત પોલીસ દળ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. મૃતકોમાં ૭ વર્ષની નાફિયા, ૩ વર્ષની ઇબાદ, ૧૨ વર્ષની ઉમેમા, ૩૫ વર્ષની શમા પરવીન, ૬૫ વર્ષની કમર આરાનો સમાવેશ થાય છે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મુરાદાબાદમાં થયેલી દુર્ઘટનામાં જાનહાનિ પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે.

અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને યોગ્ય સારવાર આપવા સૂચના આપવામાં આવી છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજીએ મુરાદાબાદ જિલ્લામાં થયેલા અકસ્માતમાં જાનહાનિ પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે. મુખ્યમંત્રીએ જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને ઘાયલોને યોગ્ય સારવાર આપવાના નિર્દેશ આપ્યા છે. આ સાથે જિલ્લા મેજિસ્ટ્રેટ અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચવાની સૂચના આપવામાં આવી છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.