Western Times News

Gujarati News

રાધિકા દરેક ભાષાની ફિલ્મ કરી રહી છે

મુંબઇ, રાધિકા આપ્ટે ધીમે ધીમે બોલિવુડમાં પોતાની સ્થિતિ મજબુત કરી રહી છે. તે માત્ર હિન્દી ફિલ્મો જ નહીં બલ્કે અંગ્રેજી અને દક્ષિણ ભારતની ફિલ્મો પણ કરી રહી છે. તે એક્ટિંગ કુશળતાની તમામ નિર્માતા નિર્દેશકો નોંધ લઇ રહ્યા છે. તમામ લોકો જાણે છે કે આપ્ટેનુ નામ આવતાની સાથે જ બોલિવુડની સેક્સી સ્ટારની ઇમેજ તાજી થઇ જાય છે. રાધિકાની પાસે અનેક ફિલ્મો રહેલી છે. તે અક્ષય કુમારની સાથે પેડમેનમાં દેખાઇ હતી. રાધિકા આપ્ટેએ ટુંકા ગાળામાં જ પોતાની જુદી જુદી એક્ટિંગ કુશળતાના કારણે તમામ લોકોના મન જીતી લીધા છે.

હવે રાધિકાનુ સપનુ માત્ર બોલિવુડ અને હોલિવુડ સુધી જ મર્યાદિત નથી. તે વર્લ્ડ સિનેમાનો હિસ્સો બનવાની ઇચ્છા ધરાવે છે. હોલિવુડ અને બ્રિટીશ સિનેમા સુધી જ તે મર્યાદિત રહેવા માટે ઇચ્છુક નથી. તેનુ કહેવુ છે કે તે હોલિવુડની ફિલ્મમાં કામ કરવા માટે ઇચ્છુક છે. તેનુ કહેવુ છે કે તેને ચોક્કસપણે રોલ મળશે જ. રાધિકા વર્ષ ૨૦૦૫માં નાનકડા રોલ સાથે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ પ્રવેશી હતી.

પ્રથમ ફિલ્મ વાહ મારફતે તે બોલિવુડમાં પ્રવેશી હતી. તે જે ફિલ્મમાં કામ કરી ચુકી છે તેમાં લાઇફ હો તો એસી, અને શોર ફિલ્મનો સમાવેશ થાય છે. સિટી અને કાબલી ફિલ્મમાં પણ તે ચમકી હતી. રાધિકાનુ કહેવુ છે કે દેશમાં મહિલા સ્થિતિ વધારે સારી બની રહી છે. બોલિવુડમાં ફિલ્મની ચાહકો ઉત્સુકતાપૂર્વક રાહ જાઇ રહ્યા છે. રાધિકાની છાપ બોલિવુડમાં એક સેક્સી સ્ટાર તરીકેની બની છે. પેડમેનમાં તેના ટુંકા રોલની પ્રશંસા થઇ હતી. તે હાલમાં મોટા ભાગે વિદેશમાં રહે છે. જો કે ફિલ્મોને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.