16 થી 59 વર્ષની વયના અસંગઠીત શ્રમયોગીઓને વિનામૂલ્યે ઇ-શ્રમ કાર્ડ કાઢી આપવામાં આવશે
“અમદાવાદ જીલ્લામાં ઇ-શ્રમ કાર્ડ માટે ત્રણ દિવસ ખાસ ઝુંબેશ’ -તારીખ ૨૯ ઓગસ્ટ થી ૩૧ ઓગસ્ટ
અમદાવાદ જીલ્લામાં અસંગઠીત ક્ષેત્રના શ્રમિકોને સરળતાથી ઇ-શ્રમ કાર્ડ મળે તે માટે આગામી 29 ઓગસ્ટ થી 31 ઓગસ્ટના રોજ અમદાવાદ શહેરમાં ખાસ ત્રિ – દિવસીય ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
આ ઝુંબેશ હેઠળ ૧૬ થી ૫૯ વર્ષની વયના અસંગઠીત શ્રમયોગીઓ યોજનાના લાભથી વંચિત નહીં રહે તે માટે અમદાવાદ શહેરના તમામ કોમન સર્વિસ સેન્ટર તથા ઇ ગ્રામ કેન્દ્રો ખાતે આગામી ત્રણ દિવસ 29 ઓગસ્ટ થી 31 ઓગસ્ટના રોજ વિનામૂલ્યે ઇ-શ્રમ કાર્ડ કાઢી આપવામાં આવશે.
લાભાર્થી દ્વારા મોબાઇલ, આધારકાર્ડ અને બેંકની પાસબુક સાથે લાવવાની રહેશે. આ કાર્ડધારકને અકસ્માતના કેસમાં રૂ. ૨ લાખ તેમજ આંશિક વિકલાંગતાના કિસ્સામાં રૂ. ૧ લાખ સહાય આપવામાં આવે છે.