આરોગ્ય કર્મચારીઓની માંગણીઓ નહી સ્વીકારાતા હડતાળ યથાવત
(પ્રતિન્ધિ) ગાંધીનગર, રાજ્યના પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓની હડતાલ આજે પણ યથાવત રહી છે ઉલ્લેખની છે કે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ સાથે ગુજરાત રાજ્ય કર્મચારી આરોગ્ય મહા સંઘના હોદ્દેદારોએ મંત્રના કરી હતી.
પરંતુ રાજ્ય સરકાર દ્વારા માગણીઓ નહીં સ્વીકારવાના કારણે મહાસંઘના હોદ્દેદારોએ હડતાલ ચાલુ રાખવાનું એલાન કર્યું છે અને ઉગ્ર માગણી કરી છે કે જ્યાં સુધી સરકાર માગણીઓ અંગે સત્તાવાર ઠરાવ કે તેનો જી.આર નહીં કરે ત્યાં સુધી આ હડતાલ પાછી ખેંચવામાં આવશે નહીં તેવી સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે.
ગુજરાતમાં પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓ ની મુખ્ય માંગણી ગ્રેટ પે ઉપરાંત પગાર વિસંગતતા અને પગાર સુધારણા અંગે ચાલતી હડતાળ દરમિયાન આજે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ સાથે ત્રીજા તબક્કાની બેઠક મળી હતી જે પડી ભાંગી છે અને આરોગ્ય કર્મચારીઓ ની હડતાલ આજે પણ યથાવત રાખવાનો ર્નિણય કરવામાં આવ્યો છે
આ અંગે વધુ માહિતી આપતા મંડળના પ્રમુખ રણજીતસિંહ મોરી અને મહામંત્રી આશિષ બ્રહ્મભટ્ટે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમારી મુખ્ય માગણીઓના અનુસંધાનમાં રાજ્ય સરકારના આરોગ્ય મંત્રી સાથે આજે બેઠક મળી હતી
પરંતુ મુખ્ય માગણી બ્રેડ પે પગાર વિસંગતતા અને પગાર સુધારણા બાબતે સરકાર દ્વારા હજુ સુધી હકારાત્મક ર્નિણય કરવામાં આવ્યો નથી એટલું જ નહીં આ બાબતે કમિટી બનાવવાનો ર્નિણય કર્યો છે પરંતુ રાજ્ય સરકાર અમારી આ મુખ્ય માગણીઓ સ્વીકાર કરીને તેનો સત્તાવાર જી આર નહીં કરે ત્યાં સુધી પંચાયત હસ્તકના તમામ આરોગ્ય કર્મચારીઓ હડતાળ ઉપર યથાવત રહેશે
તેઓ ર્નિણય કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું જ્યારે અન્ય માગણીઓમાં રાજ્ય સરકારે મૌખિક સ્વીકાર કર્યો છે પરંતુ તેનો ઠરાવ હજુ સુધી કર્યો નથી ત્યારે અમારા ગુજરાત રાજ્ય કર્મચારી આરોગ્ય મહાસંગે એવો ર્નિણય કર્યો છે કે સરકાર જ્યાં સુધી તમામ માગણીઓ પૂરી નહીં કરે અને તેનો આર નહીં કરે ત્યાં સુધી અમે અમારી હડતાળ ઉપર અડગ રહીશું તેવી સ્પષ્ટતા કરી હતી.