Western Times News

Gujarati News

ટ્‌વેન્ટી મેચઃ પાકિસ્તાન પર ઓસ્ટ્રેલિયાની સાત વિકેટે જીત

કેનબેરા, કેનબેરા ખાતે આજે રમાયેલી ટ્‌વેન્ટી શ્રેણીની બીજી ટ્‌વેન્ટી મેચમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાન ઉપર સાત વિકેટે જીત મેળવી હતી. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને ૨૦ ઓવરમાં છ વિકેટ ગુમાવીને ૧૫૦ રન કર્યા હતા. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમે ત્રણ વિકેટ ગુમાવીને ૧૮.૩ ઓવરમાં જ ત્રણ વિકેટ ગુમાવીને ૧૫૧ રન કરીને મેચ જીતી લીધી હતી. ઓસ્ટ્રેલિયાને આ મેચ જીતાડવામાં સ્મિથે ચાવીરુપ ભૂમિકા ભજવી હતી. સ્મિથે એકલા હાથે ૧૧ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી તોફાની ૮૦ રન બનાવ્યા હતા. આની સાથે જ આ મેચ જીતી લીધી હતી. મેકડરમેટ ૨૧ રન બનાવીને આઉટ થયો હતો જ્યારે ડેવિડ વોર્નર ૨૦ રન કરીને આઉટ થયો હતો. પાકિસ્તાનના બોલરો ફરી એકવાર ફ્લોપ રહ્યા હતા.

ઓસ્ટ્રેલિયાએ ત્રણ મેચોની શ્રેણીમાં ૧-૦ની લીડ મેળવી લીધી છે. મેન ઓફ દ મેચ તરીકે સ્ટિવ સ્મિથેની પસંદગી કરવામાં આવી હતી. ડેવિડ વોર્નર અને સ્મિથે સ્પોટ ફિક્સિંગ મામલામાં પ્રતિબંધનો સામનો કર્યા બાદ ફરી હવે ટીમમાં પરત ફર્યા છે. ટેસ્ટ અને વનડેમાં બંનેનો સમાવેશ પહેલાથી જ કરવામાં આવી ચુક્યો છે. પાકિસ્તાનની ટીમ ટ્‌વેન્ટી મેચો અને ટેસ્ટ શ્રેણી રમવા માટે ઓસ્ટ્રેલિયા પહોંચી છે. ત્રણ ટ્‌વેન્ટી મેચોની શ્રેણીની અંતિમ ટ્‌વેન્ટી મેચ ૮મી નવેમ્બરે પર્થ ખાતે રમાશે. ત્યારબાદ બે ટેસ્ટ મેચોની શ્રેણી શરૂ થશે જે પૈકીની પ્રથમ ટેસ્ટ મેચ ૨૧મી નવેમ્બરથી બ્રિસ્બેન ખાતે રમાશે જ્યારે બીજી ટેસ્ટ મેચ ૨૯મી નવેમ્બરથી એડિલેડ ખાતે રમાનાર છે. બંને ટીમો જોરદાર દેખાવ કરવા સજ્જ છે.

ઓસ્ટ્રેલિયાએ હાલમાં જ ઘરઆંગણે ધરખમ દેખાવ કર્યો છે. સિડનીમાં રમાયેલી ત્રણ ટ્‌વેન્ટી મેચોની શ્રેણીની પ્રથમ ટ્‌વેન્ટી મેચમાં ખરાબ હવામાન અને વરસાદના કારણે રોમાંચકતા ખતમ થઇ હતી. ભારે વરસાદ અને ખરાબ હવામાન વચ્ચે મેચને પરિણામ વગર રદ કરી દેવામાં આવી હતી. મેચમાં પરિણામ ન આવતા ચાહકો નિરાશ થયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.