Western Times News

Gujarati News

૧૧ માસના કરાર પાંચ વર્ષ પૂર્ણ થયા છે તેવા આશા બહેનોને કાયમી કરવા માંગ

Asha workers protest in Panchmahal Gujarat

આશા ફેસીલીટેટર અને આશા વર્કર બહેનોના પડતર પ્રશ્નોને લઈ અધિક નિવાસી કલેકટરને આવેદનપત્ર સુપ્રત

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) પંચમહાલ જિલ્લામાં ફરજ બજાવતી આશા ફેસીલીટેટર અને આશા વર્કર બહેનો ના પડતર પ્રશ્નો ને લઈ આજરોજ પ્રમુખ લેબર સેલ ગુજરાત લોક જન શક્તિ પાર્ટી દ્રારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે કે

આશા ફેસીલીટેટર અને આશા વર્કર બહેનો ને વિવિધ માંગણીઓમાં ગુજરાત રાજ્યમાં તમામ જિલ્લાઓમાં ૧૧ માસ ના કરાર થી ૧૦ આશા વર્કર દીઠ એક ફેસીલીટેટર કામ કરે છે અને સમગ્ર ગુજરાતમાં લોકોની આરોગ્ય સુખાકારી સારી નીવડે તે હેતુ થી આશા ફેસીલીટેટર અને આશા વર્કર બહેનો કામગરી કરી રહ્યા છે

જેમાં પોલિયો, થી લઈ કોરોના મહામારી માં પણ સારી કામગીરી કરી છે ત્યારે હાલમાં કમરતોડ મોંઘવારી માં પોતાના ઘરનું કઈ રીતે ભરણપોષણ કરવું કેમ કે આશા ફેસીલીટેટર ને ૨૦ દિવસના ૩૦૦ રૂપિયા લેખે ૬૦૦૦ ચૂકવવામાં આવે છે ત્યારે તેઓના પગાર ૨૬ દિવસની નોકરી ઘણી જાહેર રજાના લાભ સાથે ૨૦૦૦૦ વધારો કરી હાલ મળતા માનદ વેતન રદ કરી તેઓને મળતા લાભો ઈપીએફ વીમો બોનસ તેમજ પેન્શન સહિતના લાભો આપવા માગ કરાઈ છે.

આશા વર્કર બહેનોને માનદ વેતન ૨૦૦૦ આપવામાં આવે છે તે ગુજરાત સરકાર ના નાણાં વિભાગ ૧૬/૭/૨૦૧૯ ના ઠરાવ મુજબ હાલ માનદ વેતન રદ કરી ૧૪૮૦૦ ફિક્સ પગાર કરી ૨૬ દિવસની નોકરી ઘણી જરૂરી લાભ સાથે કાયમી કરવાની માંગણી કરી હતી

પંચમહાલ જિલ્લામાં ફરજ બજાવતી આરોગ્ય વિભાગની આશા ફેસીલીટેટર અને આશા વર્કર બહેનો ના પડતર પ્રશ્નો ને લઈ આજરોજ પ્રમુખ લેબર સેલ ગુજરાત લોક જન શક્તિ પાર્ટી દ્રારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે કે ૧૧ માસના કરાર પાંચ વર્ષ પૂર્ણ થયા છે

તેવા બહેનોને કાયમી કરવા, આશા ફેસીલીટેટર બહેનોને ખાલી પડેલ જગ્યાએ સિનિયોરિટી ધોરણે પ્રમોશન કરી ભરતી કરવામાં આવે, સરકાર દ્વારા વર્ગ ૪ ના કર્મચારીઓ જેવા કે આશા ફેસીલીટેટર અને આશા વર્કર બહેનો વર્ગ ૪ કર્મચારી ગણી કાયમી કરવા, પગાર સ્લીપ આઇકાર્ડ, વીમો મોંઘવારી ભથ્થા, પેન્શન યોજનાના લાભ વગેરે ની માગણીઓ કરવામાં આવી હતી

જાે દસ દિવસમાં માગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો અચોક્કસ મુદતની હડતાળ ઉપર ઉતરી કામગીરીનો બહિષ્કાર કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.