એર ઈન્ડિયા માટે ટાટા ગ્રુપ બોલી લગાવવા માટે તૈયાર
દબાણ વચ્ચે એર ઈન્ડિયામાં હિસ્સેદારી વેચવી પડી હતી |
નવી દિલ્હી, તાતા ગ્રુપ એર ઈન્ડિયાની બોલીમાં ભાગ લેવા માટે તૈયારી કરી રહ્યુ છે. તાતા ગ્રુપ દ્ધારા જ ૮૭ વર્ષ પહેલા એર ઈન્ડિયાની નીંવ મુકી હતી. જો કે ભારે દબાણના કારણે એર ઈન્ડિયામાં હિસ્સેદારી વેચી દેવાની જરૂર પડી હતી. તાતા ગ્રુપના ચેરમેન એન. ચન્દ્રશેખરને કહ્યુ છે કે ગ્રુપ એર ઈન્ડિયાની હરાજીની પ્રક્રિયામાં ભાગ લેશે. તેમણે કહ્યુ છે કે તેઓ ટીમને એર ઈન્ડિયાના મુલ્યાંકનની પ્રક્રિયામાં ભાગ લેવા માટે કહેશે. તેઓ વિસ્તરા અને એર એશિયા ઉપરાંત ત્રીજી એરલાઇન ચલાવવા માટે જઇ રહ્યા નથી. સરકારે થોડાક દિવસ પહેલા એર ઈન્ડિયામાં સંપૂર્ણ હિસ્સેદારી વેચી મારવા માટેના સંકેત આપ્યા છે. તેમણે કહ્યુ હતુ કે અમારુ ધ્યાન મર્જર પર કેન્દ્રિત રહેનાર છે. તે પહેલા સરકારે એર ઈન્ડિયામાં ૨૪ ટકા હિસ્સેદારીને વેચી દેવા માટેની તૈયારી દર્શાવી હતી. જેને લઇને વિરોધ થયો હતો.
જો કે હરાજીમાં ભાગ લેતા પહેલા તે સરકારના નિયમોના સંબંધમાં પૂર્ણ માહિતી આપશે. એર ઈન્ડિયાના રાષ્ટ્રીયકરણ થયા બાદ ૬૬ વર્ષ પછી તે ફરી એકવાર ખાનગી હાથમાં પહોંચી શકે છે. જેઆરડી તાતાએ ૧૯૩૨માં તાતા એરલાઇન્સની સ્થાપના કરી ગતી. ત્યારબાદ તેઓએ મુંબઇથી કરાચી સુધી ફ્લાઇટ પોતે ઓપરેટ કરી હતી. ૧૯૪૬માં તાતા એર લાઇન્સ પબ્લિક થઇ ગઇ હતી. જેનુ નામ બદલીને એર ઈન્ડિયા કરી દેવામાં આવ્યુ હતુ. વર્ષ ૧૯૫૩માં એરલાઇન્સને સરકારે લઇ લીધી હતી. જા કે જેઆરડી તાતા વર્ષ ૧૯૭૮ સુધી તેની સાથે જાડાયેલા રહ્યા હતા. જેઆરડી તાતા દ્વારા એર ઈન્ડિયાની ૧૯૩૨માં શરૂઆત કરી હતી. ગયા વર્ષે સરકારે એર ઈન્ડિયામાં ૭૬ ટકા હિસ્સેદારી વેચી દેવા માટે બોલી મંગાવી હતી.