Western Times News

Gujarati News

જાડેજાએ ખૂબ મહેનત કરીને પસંદ કર્યુ છે દીકરીનું નામ

અમદાવાદ, બાળકો માટે નામ પસંદ કરવું સૌથી મુશ્કેલ કામ હોઇ શકે છે. બાળકોના નામકરણ માટે પરિવારના દરેક સભ્યનો અલગ અલગ મત અને પસંદ હોય છે. કોઇને અંગ્રેજી નામ પસંદ આવે છે તો કોઇ પોતાના બાળકને ટ્રેડિશનલ આપવા ઇચ્છે છે.

સામાન્ય લોકોની માફક સેલબ્રિટીઝ અને ક્રિકેટ ખેલાડીઓ પણ પોતાના બાળકના નામને લઇને સજાગ રહે છે અને સમજી-વિચારને એક નામ ફાઇનલ કરે છે. ભારતીય ખેલાડી રવિન્દ્ર જાડેજાએ પણ પોતાની દીકરીને નામ આપતા પહેલાં ઘણો વિચાર કર્યો છે. તમે તેની દીકરીનું નામ જાણ્યા બાદ જ આ સમજી શકશો. દરેક વ્યક્તિ વિરાટની દીકરી વામિકા અને ધોનીની દીકરી જીવાના નામના વખાણ કરે છે.

આ તમામ જાેડાક્ષરોથી અલગ જાડેજાએ તેની દીકરીને ખૂબ જ સુંદર નામ આપ્યું છે. જાડેજાના ઘરે વર્ષ ૨૦૧૭માં દીકરીનો જન્મ થયો હતો અને તેણે પોતાની નાનકડી પરીને નિધ્યાના નામ આપ્યું છે. નિધ્યાના એક હિન્દુ નામ છે અને તેનો અર્થ ભારતીય મૂળથી અંતર્જ્‌ઞાન, સહજ જ્ઞાન અને સહજ બોધ છે.

આ નામ મુખ્ય રીતે હિન્દુ ધર્મમાં રાખવામાં આવે છે. દીકરી માટે ભારતીય અને યૂનિક નામ ઇચ્છો છો તો ચારેતરફ ખુશીઓ લઇને આવનારી એવા અર્થવાળું હર્ષદા નામ આપી શકો છો. આ સિવાય ઇ પરથી ઇરા નામ પણ રાખી શકો છો. ઇરાનો અર્થ થાય છે જ્ઞાનની દેવી સરસ્વતી.

માતા સરસ્વતીના અનેક નામ છે જેમાંથી એક નામ ઇરા પણ છે. ભગવાન રામની પત્ની માતા સીતાને મૈથીલી નામથી પણ ઓળખવામાં આવે છે, આ એક ભારતીયની સાથે સાથે આધ્યત્મિક નામ પણ છે. તમારી દીકરીનું નામ પ અક્ષર પરથી આવ્યું છે, તો તેને પ્રેમા નામ આપી શકો છો. પ્રેમા નામનો અર્થ થાય છે પ્રેમ અને સ્નેહ.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.