ઉર્વશી મેચ જોવા પહોંચી ને પંતને ટીમમાં જગ્યા ન મળી
દુબઇ, એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મોટી મેચ ચાલી રહી છે. દુબઇમાં રમાઇ રહેલી આ મેચ જાેવા માટે રાજકીય હસ્તીઓથી લઇને બોલિવૂડ સ્ટાર્સ પણ પહોંચ્યા છે. મેચ શરૂ થઇ તે પહેલા સાઉથ ફિલ્મ્સના સુપરસ્ટાર વિજય દેવરકોંડા જાેવા મળ્યો હતો.
મેચ દરમિયાન બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા સ્ટેડિયમમાં નજરે પડી. બીજી બાજુ, આ મેચમાં પંતને ટીમમાં સામેલ ન કરતાં સોશિયલ મીડિયા યુઝર્સ ઉર્વશીને ટ્રોલ કરી રહ્યા છે. ઉર્વશી રૌતેલાનું નામ ક્રિકેટર ઋષભ પંત સાથે જાેડાતું આવ્યું છે. મીડિયા અને સોશિયલ મીડિયામાં તેમની ડેટિંગની ચર્ચા અવારનવાર થતી હોય છે. જાેકે, ઉર્વશી અને પંત આ મામલે કંઇ પણ કહેવાનું ટાળતા આવ્યા છે.
બીજી બાજુ, સાઉથ ફિલ્મ્સના સુપરસ્ટાર વિજય દેવરકોંડા ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઇ રહેલી આ મેચ નિહાળવા દુબઇ પહોંચ્યો છે. તેણે આ મેચ પહેલા પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન વસીમ અકરમ, ભારતના પૂર્વ ઝડપી બોલર ઇરફાન પઠાણ અને ક્રિકેટ એન્કર મયંતી લેંગર સાથે વાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ પંત અને ઉર્વશી સોશિયલ મીડિયા પર સામ-સામે થયા હતા. પંતે ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી મૂકીને ઉર્વશીનું નામ લીધા વિના તેને ફોલો કરવાનું બંધ કરવાની અપીલ કરી હતી. ત્યારબાદ ઉર્વશીએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ પણ કરી હતી.
આમાં પણ તેણે પંતનું નામ લીધા વગર તેને જવાબ આપ્યો હતો. પંતે સ્ટોરીમાં લખ્યું હતું કે- મારો પીછો છોડો બહેન. આ અંગે ઉર્વશીએ પોસ્ટ કર્યું હતું કે, છોટુ ભૈયાએ માત્ર બેટ-બોલ રમવું જાેઈએ. હું કોઈ મુન્ની નથી જે બદનામ થઈશ, તે પણ કિડો ડાર્લિંગ (નાનું બાળક) તમારા માટે. રક્ષાબંધન મુબારક. આરપી છોટુ ભૈયા. કોઇ શાંત છોકરીનો ફાયદો ઉઠાવવો જાેઇએ નહીં.SS1MS