Western Times News

Gujarati News

ફોન હાથમાં લઈને ચાલવાની આદત હોય તો ભૂલી જજો આવું પણ થઈ શકે છે

પ્રતિકાત્મક

અમદાવાદમાં પ મહિનામાં ૪૭ ફોન લૂંટનારી ગેંગ પકડાઈ

(એજન્સી)અમદાવાદ, પશ્ચિમ અમદાવાદમાં રાહદારીઓના હાથમાંથી ફોન લુંટીને ભાગી જતા રીક્ષાચાલક અને સાગરીતની ઝોન ૭ એલસીબીએ ધરપકડ કરી છે. આ બંનેએ પ મહીનામાં જ મહિલાઓ, પુરુષો પાસેથી અંદાજે ૪ લાખની કિમતના ૪૭ ફોન ચોરી મોડાસામાં દુકાન ધરાવતા ર વેપારીને વેચ્યા હતા.

પોલીસે બંને સ્નેચર અને મોડાસાના ર વેપારી સહીત પની ધરપકડ કરી રીક્ષા ફોન મળી પની ધરપકડ કરી ફોન મળી ૪,૭૮ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સેટેલાઈટ આનંદનગર, વાસણા, પાલડી, વેજલપુર સહીતના વિસ્તારોમાં બની રહેલી મોબાઈલ સ્નેચીગની ઘટનાઓમાં રીક્ષાચાલક અને સાગરીતો સામેલ હોવાનું સીસીટીવી ફુટેજના આધારે પુરવાર થયું હતું.

જેના આધારે ઝોન-૭ ડીસીપી યુ.જાડેજાના તાબા હેઠળની લોકલ ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ આર.પી.વણઝારાએ તપાસ શરૂ કરી હતી, જેના આધારે પોલીસે રીક્ષાચાલક મોહંમદ સલીમ શેખ, તેના સાગરીત એઝાઝખાન પઠાણને ઝડપી લીધા હતા.

બંનેની પુછપરછ કરતા તેઓ રાહદારીઓના હાથમાંથી ફોન ઝુંટવી તેમના મિત્ર મોસીન શેખ મારફતે મોડાસામાં ફોનની દુકાન ધરાવતા મોહંમદ રફીક સુથાર અને મુસ્તકી હબીબુલ રહેમાને સુથારને વેચતા હોવાનું કબુલ્યું હતું. જેના આધારે પોલીસે તે ત્રણેયને પણ ઝડપી લીધા હતા.

થોડા દિવસ પહેલા યુથ કોગ્રેસના ડ્રગ્સ વિરોધી કાર્યક્રમમાં ચોરાયેલો કાર્યકરનો ૧.૧૮ લાખનો ફોન પણ તેમની પાસેથી મળ્યો છે. આ ટોળકીનો એક શેરખાન ઉર્ફે બાલમ પઠાણ હજુ પકડાયો નથી. તે જાહેર સભા સરઘસ રેલીમાંથી લોકોના ફોન ચોરતો હતો


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.