Western Times News

Gujarati News

ડિસ્કાઉન્ટની ઓફર કરી ચીટીંગ કરતી વેબસાઈટ કેવી રીતે ઓળખવી

વેબસાઈટને ઓળખવા માટે સૌથી પહેલાં એ જુઓ કે તે વેબસાઈટ સુરક્ષિત છે કે નહીં, કારણ કે અસુરક્ષિત સાઈટ પર કોઈ પણ પ્રકારનું પેમેન્ટ કરવાનો અર્થ છે કે તમે ચોક્કસ લૂંટાઈ જશો. જાે વેબસાઈટના યુઆરએલમાં શરૂઆતમાં ગ્રીન લોક સિમ્બોલ ન હોય અથવા તેમાં એચટીટીપીએસ ન હોય તો તમારે વેબસાઈટ પર વિશ્વાસ ન કરવો જાેઈએ.

આવી વેબસાઈટો કપટપૂર્ણ હોઈ શકે છે અને તમારા ક્રેડિટ-ડેબિટ કાર્ડ અથવા બેન્ક સાથે સંબંધિત વ્યક્તિગત માહિતી ચોરી શકે છે. મુખ્ય વેબસાઈટ જેવી જ વેબસાઈટ બનાવીને ઠગ ઈ-ટ્રાન્ઝેક્શન દ્વારા લોકો પાસેથી પૈસા જમા કરાવે છે. કુરિયરમાં ઓર્ડર કરાયેલા માલની જગ્યાએ ઈંટ, પથ્થર અથવા નકલી માલ ભરી ગ્રાહકોને મોકલી આપે છે.

મોટા ભાગની છેતરપિંડી ઈ-પેમેન્ટ સાથે થઈ છે. કેટલીક ફરિયાદો કેશ ઓન ડિલિવરી અંગે પણ આવી હતી, તેનાથી બચવા માટે જરૂરી છે કે તમે ડિલિવરીમેન સામે પેકિંગ બોક્સનો વીડિયો બનાવો અને તેને ખોલો તથા ડિલિવરીમેનને તમે સંતુષ્ટ થયા પછી જ જવા દો.

ફેસ્ટિવલમાં ઓનલાઈન શોપિંગ પર ૫૦થી ૭૦ ટકા ડિસ્કાઉન્ટના નામે ઠગનારા સક્રિય-જાણીતી કંપનીઓ જેવી જ ઘણી ઈ-કોમર્સ સાઈટ બનાવીને ઠગબાજ લોકોને લોભામણી ઓફર્સ આપીને છેતરપિંડીનો શિકાર બનાવે છે

અમદાવાદ, જાે તમે તહેવારોમાં ઓફર પર ઓનલાઈન શોપિંગ કરવા જઈ રહ્યા છો તો સાવધાન થઈ જાઓ, કેમ કે જાણીતી કંપનીઓ જેવી જ ઘણી ઈ-કોમર્સ સાઈટ લોકોને લોભામણી ઓફર્સ આપીને છેતરપિંડીનો શિકાર બનાવી રહી છે. સાયબર સેલને આવી લોભામણી ઓફરની ફરિયાદો મળી રહી છે.

આ તમામ કેસમાં ગ્રાહકે ઓનલાઈન પેમેન્ટ કર્યા પછી પ્રોડક્ટ આવતી ન હતી અથવા બ્રાન્ડેડના બદલે હલકી ગુણવત્તાવાળી પ્રોડક્ટ મોકલીને છેતરપિંડી કરતી ગેંગ ફરી સક્રિય થઇ છે.

આજકાલ ડિસ્કાઉન્ટ અને સરળતાના કારણે ઓનલાઈન શોપિંગ સામાન્ય થઈ ગયું છે. જાે તમે ભૂલથી પણ નકલ ઈ-કોમર્સ સાઈટ પરથી ઓનલાઈન ખરીદી કરી તો સમજી લો કે તમે છેતરપિંડીનો શિકાર બની ગયા છો, કારણ કે સાઈબર ઠગ્સ નામાંકિત ઈ-કોમર્સ સાઈટ જેવી જ સેંકડો ઓનલાઈન કંપનીઓ બનાવી છે.

આ કંપનીઓ બ્રાન્ડેડ પ્રોડક્ટ્‌સ પર ૫૦થી ૭૦ ટકા ડિસ્કાઉન્ટ સહિત અન્ય આકર્ષક ઓફર્સ આપી રહી છે. માત્ર તહેવારોની સિઝનમાં જ નહીં, ૩૬૫ દિવસ ૭૦ ટકા તેઓ ડિસ્કાઉન્ટ ઓફર કરે છે.

સાયબર ઠગ્સ એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી મોટી કંપનીઓના નામે સોશિયલ મીડિયા પર નકલી લિંક શેર કરે છે, તેમાં ઘણી નકલી ઓફર પણ બતાવવામાં આવે છે, જેમાં રૂ.૧૦ હજારની પ્રોડક્ટ બેથી પાંચ હજાર રૂપિયામાં વેચવાનો દાવો કરવામાં આવે છે. આવી સ્થિતિમાં જાે તમે વેબસાઈટને સમજી શકતા નથી તો તમે છેતરપિંડીનો શિકાર બની શકો છો અને તમને નકલી સામાન પહોંચાડવામાં આવી શકે છે. આ લિંક પોતે જ ન ખોલવી તે વધુ સારું છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.