Western Times News

Gujarati News

સંસદને કાયદો ઘડવાનો અધિકાર ખરો પરંતુ બંધારણના મૂળભૂત અધિકાર સાથે સુસંગત ન હોય તેવા કાયદા ઘડવાનો સરકારને અધિકાર નથી – સુપ્રીમકોર્ટ

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એન.વી. રમના જસ્ટીસ રવિકુમાર અને જસ્ટિસ હીમાબેન કોહલીની બેંચે ગેરકાનુની નાણાકીય હેરાફેરી ૧૯૮૮ અને ૨૦૧૬ ના સુધારા સાથે રદ ઠરાવતા કેન્દ્ર સરકારને ફટકો!

૧૯૮૮ માં રાજીવ ગાંધીની સરકારે પ્રોહીબીશન એક્ટ હેઠળ બેનામી સંપત્તિની ગેરકાયદેસર હેરાફેરી અટકાવવા કાયદો ઘડ્યો હતો પરંતુ કહેવાય છે કે તેનો અમલ થયો ન હતો!

તસવીર ભારતની સુપ્રીમકોર્ટની છે જ્યારે ઇન્સંટ તસ્વીર ડાબી બાજુથી સુપ્રીમકોર્ટથી શ્રી એન વી રમના, શ્રી સીટી રવિકુમાર તથા જસ્ટી હીમાબેન કોહલીની છે આ ન્યાયાધીશોની ખંડપીઠે ઐતિહાસિક ચુકાદો આપીને એવું ઠરાવ્યું છે કે ૧૯૮૮ માં કેન્દ્ર સરકારે પ્રોહીબીશન એકટ ની કલમ ૩ ૨ હેઠળ રચેલો કાયદો (Parliament has right to make laws but government has no right to make laws inconsistent with fundamental rights of the Constitution – Supreme Court)

એ નાગરિકોના મૂળભૂત અધિકાર સાથે સુસંગત ન હોય અને બંધારણની કલમ ૨૦ ૧ નો ભંગ કરતો હોઈ આ કાયદો રદ કરાતા વર્ષ ૨૦૧૬ માં શ્રી નરેન્દ્રભાઈ મોદીની સરકારે આ કાયદાનો અમલ પાછલી તારીખ થી કરવાનો સુધારો કરતા સુપ્રીમકોર્ટે સમગ્ર કાયદો જ રદ બાદલ ઠરાવી દીધો છે!

કારણ કે બંધારણની કલમ ૨૦ ૧ અનુસાર “કોઈ વ્યક્તિ ઉપર જે માટે ગુનાના આરોપ મુકાયો હોય તે કૃત્ય કરતી વખતે અમલમાં હોય તે કાયદાનો તેણે ભંગ કર્યો હોય તે સિવાયના કોઈ ગુના માટે તેને દોષિત ઠરાવી શકાશે નહીં, આમ પાછલી અસરથી કોઈ કાયદો ઘડવા માટે વિધાનતંત્ર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે

આ બંધારણીય સાતત્ય નજર અંદાજ કરી અને કેન્દ્ર સરકારે ઘડેલા બેનામી વ્યવહારો પ્રતિબંધક કાયદો રદ કરી નાખ્યો છે અત્રે એ નોંધનીય છે કે દેશના બંધારણની કલમ ૨૦ ૧ માં એવી જાેગવાઈ છે કે સરકાર કોઈ પણ કાયદો ઘડે તેની અસર પાછલી તારીખથી દાખલ કરી શકે નહીં

બંધારણની કલમ ૨૦ ૨ ની જાેગવાઈ એવી છે કે એક જ પ્રકારના ગુના બાબતે એટલે કે એક જ ગુનાના નામે જુદી જુદી અદાલતોમાં કેસ ચલાવી આરોપીને સજા કરી શકાય નહીં બંધારણ ની કલમ ૨૦ ૩ મુજબ કોઈપણ વ્યક્તિ પર જે કોઈ આરોપ મુકાયો હોય એવી વ્યક્તિને જે તે ગુનામાં પોતાના વિરુદ્ધ સાક્ષી થવાની ફરજ પાડી શકાય નહીં અને માટે જ ક્રાઇમ બ્રાન્ચ અન્ય પોલીસ એજન્સી ૧૬૪ ૨ હેઠળ આરોપીનું લીધેલ વિડીયોગ્રાફી નિવેદન આરોપીને દોષી ઠરાવી શકાતુ નથી

છતાં આ દેશમાં કાયદા ઘડનાર સરકાર કે તેનો અમલ કરાવનાર વહીવટી અધિકારીઓ દેશના બંધારણનો અભ્યાસ કર્યા વગર દેશ ચલાવી રહ્યા છે?! એ લોકશાહી સમાજ વ્યવસ્થા માટે ચિંતાજનક બાબત છે અત્રે નોંધનીય છે કે તારીખ ૧૩ જુલાઈ ૧૯૨૧ ના રોજ સ્ટેમ્પ ડ્યુટી એકની જાેગવાઈ હેઠળ

ગુજરાત સરકારના સ્ટેમ્પ ડયુટી સુપ્રીટેન્ડન્ટ શ્રી દિનેશભાઈ પટેલ ૧૯૮૨ થી ૨૦૦૧ ગાળામાં વેચાયેલા મકાનો પર સ્ટેમ્પ ડ્યુટી પાછલી તારીખથી વસૂલ કરાવી રહ્યા છે તે પણ સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ બંધારણની કલમ ૨૦ ૧ મુજબ ગેરકાયદેસરને રદ થવા બાબત છે જે અત્રે નોંધનીય છે. (તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા મુસ્કાન દ્વારા)

એવો કોઈ સારો વિચાર ન હોઈ શકે જે સુધારી ન શકાય- માઈકલ આઈસનર

અમેરિકાના જાણીતા ઉદ્યોગપતિ માઈકલ આઈસનરે કહ્યું છે કે “એવો કોઈ સારો વિચાર ન હોઈ શકે જે સુધારી ન શકાય”!! અમેરિકાના નવમાં પ્રમુખ વિલિયમ હેનરી હેરીશને કહ્યું છે કે “તમારા શાસકોએ વધુ પડતી સત્તા તો નથી લઈ લીધી ને?! એ જાેતા રહેજાે તો તમારી આઝાદી ખતરામાં નહીં પડે”!!

લોકશાહી રાજ્ય વ્યવસ્થામાં કાયદો ઘડવાની સરકારને અને સંસદ સભ્યોને ભલે સત્તા હોય પરંતુ જાે તે બંધારણ સાથે સુસંગત ન હોય તો દેશની સર્વોચ્ચ અદાલત તેને ગેર બંધારણીય ઠરાવી રદ બાદલ જાહેર કરી શકે છે! ભારતની સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટીસ શ્રી એન.વી. રમના એ જસ્ટીસ શ્રી સીટી રવિકુમાર અને જસ્ટીસ હિમાબેન કોહલી ની ખંડપીઠે બેનામી રકમની હેરાફેરી સંદર્ભે ઘડાયેલ ૧૯૮૮ ના કાયદાની કલમ ૩ ૨ તથા શ્રી નરેન્દ્ર મોદીની સરકારે ૨૦૧૬ થી બેનામી વ્યવહાર અંગેનો પ્રતિબંધ કાયદા નો સુધારો બંધારણની કલમ ૨૦ ૧ સાથે સુસંગત ન હોય રદ બાદલ ઠરાવતા આ ચુકાદો એ ઐતિહાસિક ચુકાદો બની ગયો છે

ભારતની સંસદે ઘડેલા પ્રોહીબીશન એકટ ૧૯૮૮ તેમજ ૨૦૧૬ માં શ્રી નરેન્દ્રભાઈ મોદીની સરકારે બેનામી વ્યવહારો પ્રતિબંધન ધારામાં કરેલો સુધારો પણ ગેર બંધારણીય ઠરાવી રદ કેમ કર્યો?!

ભારતની સંસદને વખતોવખત દેશના હિતમાં અને પ્રજાના હિતમાં વિવિધ કાયદા ઘડવાની સત્તા છે પરંતુ કોઈ પણ લોકશાહી સરકાર એ દેશના મૂળભૂત સિદ્ધાંતો ની વિરુદ્ધ જઈ અને દેશના લોકોના મૌલિક અને બંધારણીય અધિકારને ભંગ કરતો હોય એવો કાયદો ઘડી શકે નહીં

૧૯૮૮ માં રાજીવ ગાંધી ની સરકારે પ્રોહીબીશન એક્ટ હેઠળ બેનામી સંપત્તિની ગેરકાયદેસર હેરાફેરી અટકાવવા કાયદો ઘડ્યો હતો પરંતુ કહેવાય છે કે તેનો અમલ થયો ન હતો! ત્યારબાદ ૨૦૧૬ માં કેન્દ્રમાં આવેલી નરેન્દ્ર મોદીની સરકાર પ્રોહોબીશન એક્ટ ના કાયદામાં મહત્વપૂર્ણ ફેરફાર કરી તેનો અમલ દેશના ઇન્કમટેક્સ વિભાગને સોંપ્યો હતો જેથી દેશમાં કાળા નાણાની હેરાફેરી અટકાવી શકાય

જમા દંડની જાેગવાઈ તેમજ સાત વર્ષની જેલની સજાની જાેગવાઈ કરવામાં આવી હતી તોય મિશન એક્ટના સંદર્ભે કલકત્તા હાઇકોર્ટે આપેલો ચુકાદો કેન્દ્ર સરકારે સુપ્રીમકોર્ટમાં પડકાર્યો હતો અને સુપ્રીમકોર્ટને આ કાયદો બંધારણની કલમ ૨૦ ૧ સાથે સુસંગત ના ગણાતા ગેરબંધારણીય ગણાવીને આખો કાયદો રદ કરી દીધો છે જે દર્શાવે છે કે દેશમાં કાયદો કરતી વખતે દેશના બંધારણનો અભ્યાસ કરવામાં આવતો નથી!


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.