કપલના પ્રી-વેડિંગમાં અચાનક વરરાજા ઉપર પડી વીજળી
જીવનમાં કેટલીક ઘટનાઓ એવી રીતે બને છે કે જેની કલ્પના પણ ન કરી શકાય, આવું જ કંઈક ચીનના એક કપલ સાથે થયું
લગ્નની ખુશીમાં દુખમાં ફેરવાતા વધુ સમય ન લાગ્યો
નવી દિલ્હી,કહેવાય છે કે આપણું જીવન અનિશ્ચિતતાઓથી ભરેલું છે. ક્યારે શું થશે, કંઈ કહી શકાય નહીં. એટલા માટે ઘણી વાર એવું બને છે કે આપણે ખુશીની રાહ જાેવામાં વ્યસ્ત હોઈએ છીએ અને આ દરમિયાન કેટલીક એવી ઘટના બને છે, જે આપણને હચમચાવી દે છે.
આવી જ એક ઘટના ચીનના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં બની હતી, જ્યાં લગ્નની ખુશીઓ શોકમાં બદલાઈ ગઈ હતી. જીવનમાં કેટલીક ઘટનાઓ એવી રીતે બને છે કે જેની કલ્પના પણ ન કરી શકાય. આવું જ કંઈક ચીનના એક કપલ સાથે થયું, જે પ્રી-વેડિંગ માટે ગયા હતા, પરંતુ વરરાજાના મૃત્યુનો શોક મનાવીને પરત ફર્યા હતા. આ દુઃખદ અકસ્માત યુનાન પ્રાંતના જેડ ડ્રેગન સ્નો માઉન્ટેનમાં થયો હતો.
પ્રી-વેડિંગ શૂટ માટે ખુશીથી ઘરેથી નીકળી રહેલા કપલ સાથે પહાડીઓમાં એક મોટો અકસ્માત થયો હતો. જેડ ડ્રેગન માઉન્ટેનની મેનેજમેન્ટ કમિટીના જણાવ્યા અનુસાર બુધવારે બપોરે ૧.૩૦ વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો હતો. આ કપલ પ્રી-વેડિંગ શૂટ માટે સ્પ્રુસ મેડોવ પહોંચ્યું હતું.
આ જગ્યા પ્રી વેડિંગ ફોટોશૂટ માટે ખૂબ જ ફેમસ છે. શૂટિંગની વચ્ચે વરરાજા પર જાેરદાર અવાજ સાથે આકાશમાંથી વીજળી પડી. જાે કે ત્યાં હાજર ઈમરજન્સી સર્વિસે તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા પરંતુ તેમને મૃત જાહેર કરવામાં આવ્યા. ઘટનામાં હાજર બાકીના લોકો સુરક્ષિત હતા.
વરરાજાનું નામ રુઆન હતું અને તે જ્યાં શૂટિંગ માટે ગયો હતો ત્યાં પહેલાથી જ યલો એલર્ટ જારી કરવામાં આવ્યું હતું. આનો એક નાનકડો વીડિયો ચીનની વીડિયો શેરિંગ એપ પર મૂકવામાં આવ્યો હતો, જે ખૂબ જ વાયરલ થયો હતો. વીડિયોમાં સ્ટ્રેચર પર જઈ રહેલા વરરાજાનો વીડિયો લગભગ ૮૦ લાખ લોકોએ જાેયો હતો.
જ્યારે લોકોએ વીડિયો પર વરરાજાની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી, તો કેટલાક લોકોએ એ વાતને લઈને દુઃખ પણ વ્યક્ત કર્યું હતું કે તેના મૃત્યુની એક સેકન્ડ પહેલા પણ તે સુખી દામ્પત્ય જીવનના સપના જાેતો હશે. આ દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. લોકોએ પણ દુલ્હન માટે હિંમતની કામના કરી હતી.ss1