મધ દરિયે પલટી ગઇ નાવ, કલાકો સુધી પાણીમાં ફસાયેલા રહ્યા પિતા-પુત્ર
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
નવી દિલ્હી,ઘણીવાર લોકો ફરિયાદ કરે છે કે, દુનિયામાંથી માનવતા ખતમ થઈ ગઈ છે અને કોઈ કોઈની મદદ કરવા માંગતું નથી કે કોઇ પાસે એટલો સમય જ નથી. પરંતુ સત્ય એ છે કે, આજે પણ દુનિયામાં એવા ઘણા લોકો છે જેઓ બીજાની મદદ માટે પોતાનો જીવ દાવ પર લગાવી દે છે.
આ લોકોના કારણે આપણે કહી શકીએ કે, પૃથ્વી પર માણસો પણ છે અને માનવતા પણ જીવંત છે. તાજેતરમાં આવું જ એક દ્રશ્ય જાેવા મળ્યું હતું, જ્યારે એક વૃદ્ધ વ્યક્તિ અને તેનો પુત્ર મધ દરિયાના પાણીમાં ફસાયા હતા. આ વિડીયો જાેઇને તમે પણ ચોંકી જશો. ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ગુડ ન્યૂઝ મુવમેન્ટ પર ઘણા પોઝિટિવ વીડિયો પોસ્ટ કરવામાં આવે છે, જે લોકોને ભાવુક કરી દે છે.
View this post on Instagram
હાલના દિવસોમાં એક વીડિયો શેર કરવામાં આવ્યો છે જે ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં લોકો દરિયામાંથી બે લોકોને બચાવતા જાેવા મળી રહ્યા છે. વીડિયોમાં તમને એક સાથે ઘણા પાસા જાેવા મળશે. બચાવકર્મીઓની અંદર માનવતા, પાણીમાં ફસાયેલા પિતા-પુત્રની અંદર જીવન ટકાવી રાખવાની મથામણ અને પિતા માટે પુત્રનો પ્રેમ. ૨૪ ઓગસ્ટ, બુધવારે અમેરિકાના બોસ્ટન પોલીસ હાર્બર યુનિટને એક બોટ દરિયામાં ડૂબી ગયેલી જાેવા મળી હતી. જેની નજીક બે લોકો ફસાયા હતા.
જેઓ તેમને કોઇ જલદી બચાવવા આવે તેની રાહ જાેઈ રહ્યા હતા. આ બંને પાસે પકડવા માટે કંઈ જ નહોતું એટલે વોટરકુલર પકડીને તેઓ તરી રહ્યા હતા. બચાવકર્મીઓ ત્યાં પહોંચતા જ પિતા-પુત્ર ભાવુક થઇ ગયા હતા. તેમને ભારે જહેમત બાદ પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
પિતાની ઉંમર ૭૮ વર્ષ હતી અને જ્યારે બચાવકર્મીઓએ બંનેને બહાર કાઢવાનું શરૂ કર્યું તો દીકરાએ કહ્યું કે પહેલા મારા પિતાને બહાર કાઢો. આ વીડિયોને ૧૧ લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે, જ્યારે ઘણા લોકોએ કોમેન્ટ કરીને પોતાનો ફીડબેક આપ્યો છે. ઘણાએ બચાવકર્મીઓની પ્રશંસા કરી. તો એક વ્યક્તિએ કહ્યું કે, ભગવાનનો આભાર કે લોકો તેમને બચાવવા માટે સમયસર પહોંચ્યા.
એક વ્યક્તિએ કહ્યું કે આ વિડીયો જાેઈને તેના રૂંવાટા ઊભા થઇ ગયા. તો અન્ય વ્યક્તિએ કહ્યું કે, પિતા-પુત્રની અંદર ગજબનો સ્ટેમિના રહ્યો હશે કે તેઓ પાણીમાં લાંબા સમય સુધી જીવંત રહી શક્યા. એક વ્યક્તિએ કહ્યું કે આ કોઈ ચમત્કારથી ઓછું નથી.ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ગુડ ન્યૂઝ મુવમેન્ટ પર ઘણા પોઝિટિવ વીડિયો પોસ્ટ કરવામાં આવે છે, જે લોકોને ભાવુક કરી દે છે.ss1