Western Times News

Gujarati News

અરવલ્લીમાં ૪૮ કલાકમાં ત્રણ અકસ્માત: ૪ યુવકોએ જીવ ગુમાવ્યા

(પ્રતિનિધિ) બાયડ, અરવલ્લી જીલ્લામાં અકસ્માતની ઘટનોમાં સતત નોંધપાત્ર વધારો થવાની સાથે નિર્દોષ વાહન ચાલકો અને રાહદારીઓ અકસ્માતમાં અકાળે મોતને ભેટી રહ્યા છે

અરવલ્લી જીલ્લામાં બે હિટ એન્ડ રનની ઘટનામાં ત્રણ આશાસ્પદ યુવકોના મોત નિપજ્યા હતા અન્ય એક અકસ્માતમાં બાઈક સ્લીપ થતા એક યુવકનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું બાઈક સવાર યુવકને ઈજાઓ પહોંચતા તાબડતોડ સારવાર અર્થે દવાખાને ખસેડ્યા હતા ૪૮ કલાકના સમયગાળામાં ત્રણ અકસ્માતમાં ૪ લોકોના મોત નિપજતા ભારે હાહાકાર મચ્યો હતો

અમદાવાદ-ઉદેપુર હાઇવે પર શામળાજીના અણસોલ ગામ નજીક હીટ એન્ડ રનની ઘટનામાં અજાણ્યા વાહન ચાલકે બાઈકને પાછળથી ધડાકાભેર ટક્કર મારી ફરાર થઇ ગયો હતો બાઈક સવાર ઉત્તરપ્રદેશ વારાસણી પંથકના બે યુવકોના શરીરના ફૂરચેફૂરચા ઉડી જતા ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું

શામળાજી પોલીસે મૃતક યુવકોના આધારકાર્ડ મળી આવતા પરિવારજનોનો સંપર્ક કરવા તજવીજ હાથધરી હતી બાયડના સાઠંબા-ખરોડ રોડ પર હિટ એન્ડ રનની ઘટનામાં બાઈક ચાલક ઘોડાઘરા (ઇન્દ્રાણ) ના મહેન્દ્રસિંહ વાલમસિંહ ચૌહાણનું મોત નીપજ્યું હતું

તેમજ ગાજણ નજીક બાઈક સ્લીપ થતા હઠીપુરાના બાઈક સવાર પ્રકાશ જ્યંતિભાઈ પગીને ગંભીર ઈજાઓ થતા મોત નીપજ્યું હતું બાઈક ચાલક યુવક વિપુલ તરાર ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે દવાખાને ખસેડાય હતો


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.